સતત વરસાદથી ભેજનું પ્રમાણ વધ્યું, પાણીજન્ય રોગમાં વધારો
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ જીલ્લામાં બિપરજોય વાવાઝોડા બાદ સતત વરસાદી માહોલ છવાયો છે અને જીલ્લાના અનેક તાલુકામાં 50 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. ત્યારે ગઈકાલ સવારના 6 આજ સવારે 6 વાગ્યા સુધીમાં 1 ઇંચ થી 2 ઇંચ વરસાદ નોંધાય ચુક્યો છે સત્તત વરસાદના કારણે હવે ખેતી પાકને નુકશાન થતું હોવાની ખેડૂતો માં પોકાર જોવા મળી રહી છે જોકે છેલ્લા બે દિવસથી થોડા થોડા સમયે વરાપ જોવા મળી રહ્યો છે પણ સતત વરસાદી માહોલ માં ભેજ નું પ્રમાણ વધ્યું છે.
- Advertisement -
જેના કારણે તાવ,શરદી ઉધરસ જેવા પાણી જન્ય રોગચાળો જોવા મળી રહ્યો છે. હજુ તો ચોમાસાની સીઝન અડધી બાકી છે એવા સમયે 50 ઇંચ થી વધુ વરસાદ પડી જતા ડેમ,નદી નાળા સહીત નદીઓ પાણી થી છલોછલ વહી રહી છે. જો હજુ વધુ વરસાદ પડશે તો જૂનાગઢ જીલ્લામાં ખેતી પાકને વ્યાપક નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.