જૂનાગઢ જિલ્લામાં વરસાદની સ્થિતિ ધ્યાને રાખી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ-SDRFની એક ટુકડી સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આશરે 20 પોલીસ યુવાનો સાથેની આ એસડીઆરએફની ટીમ ગઈકાલ રાત્રે બોટ, લાઈફ જેકેટ, દોરડા, લાઈટ સહિતના રાહત બચાવના અદ્યતન સાધનો સાથે જૂનાગઢ ખાતે આવી પહોંચી હતી. હાલ જૂનાગઢ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આ ટુકડીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અહીંથી જિલ્લામાં પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ આ ટીમને રાહત બચાવની કામગીરી માટે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસ જવાનોની ટીમ આપત્તિના સમયમાં રાહત બચાવની કામગીરી માટે વિશેષ તાલીમથી સજ્જ હોય છે.
Follow US
Find US on Social Medias



 
                                 
                              
        

 
         
         
        