પટેલ બોટલિંગ તથા અક્ષર પ્રોવિઝનને 50 હજાર અને ઘીનો વેપાર કરતા મહેન્દ્ર પોપટને 10 હજારનો દંડ
રાજકોટમાં ફૂડ સેફ્ટી કાયદા અંતર્ગત ગુરુનાનક અનાજ ભંડાર’ – મનહર પ્લોટ શેરી નં. 7, શાકમાર્કેટ પાસે, તથા ‘મમતા પ્રોટીન્સ’, ભોજપરા ગોંડલ દ્વારા ઉત્પાદન કરેલા ‘તીન એકા’ બ્રાન્ડ સોયાબીન ઓઇલના રિપોર્ટમાં આયોડીનની વેલ્યુ મળી આવતા નિવાસી અધિક નિવાસી કલેકટર કેતન ઠકકરે તાજેતરમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળ સંબંધી કેસ ચલાવી નમુનો આપનાર મોહનદાસ ચેતનદાસ આઇનાણીને રૂ.50,000 તથા ઉત્પાદક પેઢીના માલિક પવનભાઇ જિતેન્દ્રભાઈ સોનપાલને રૂ.50,000નો દંડનો હુકમ કરવામાં આવેલા છે. જ્યારે પટેલ બોટલિંગ તથા ધુવ મીઠાસ ઘી’- અક્ષર પ્રોવિઝન સ્ટોર પાસે મવડી મેઇન રોડ, રાજકોટ ખાતેથી લેવાયેલ ‘ભેસનું માખણનું ઘી (લુઝ)’, તથા મે. પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસ’- મનહર પ્લોટ-6 કોર્નર, મંગળા મેઇન રોડ, રાજકોટ મુકામેથી લેવાયેલ ’ભેસનું શુદ્ધ ઘી (લુઝ)’ ના નમુનામાં રિપોર્ટમાં તિલ ઓઈલ અને ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલા જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા પટેલ બોટલિંગ તથા અક્ષર પ્રોવિઝનને 50 હજાર અને મે પોપટ મહેન્દ્રભાઈની પેઢીને 10 હજારનો દંડ ફટકાર્યો છે.
સોયાબીન ઓઈલનો નમૂનો મિસબ્રાન્ડ જાહેર થતાં 1 લાખનો દંડ
