ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઈં આરોપ સાબિત હોવા છતાં નાની શિક્ષા આપી પ્રકરણ બંધ કરાય છે : તકેદારી આયોગ
અઈઇના ચાર્જશીટ થયેલા કેસમાંથી માત્ર 12% સાબિત થઈ શક્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
દર વર્ષે 9 ડિસેમ્બર વિશ્વ ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે ઓળખાય છે. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં સરકારી અધિકારી-કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની 1 લાખ ફરિયાદો નોંધાઇ છે. તકેદારી આયોગના વાર્ષિક અહેવાલોમાં વિગતો સામે આવી છે. વિભાગો,બોર્ડ-નિગમો તરફથી સજા કે દોષમુક્તિના જે હુકમો મળે છે તે વિશે આયોગે જણાવ્યું છે કે, ઘણા કેસોમાં ખાતાકીય તપાસમાં આક્ષેપિત સામેના ગંભીર આરોપ પુરવાર થયા હોવા છતાં નાની શિક્ષા કરી પ્રકરણ બંધ કરી દેવામાં આવતું હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ભ્રષ્ટાચારના 1475 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે, માત્ર 12% એટલે કે 187 કેસ જ સાબિત થયા છે.



