10 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં સરકારી ચોપડે 90 હજારથી વધુ કેસ નોંધાઈ ગયા
દરરોજ 100 જેટલા કેસો સરકારી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં કન્જક્ટિવાઇટિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં 10 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં 90 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તેમજ અમદાવાદમાં એક દિવસમાં 1800 જેટલા નવા કેસ છે. એક સપ્તાહમાં અમદાવાદમાં 35000થી વધુ કેસ નોંધાયા છે. વડોદરામાં 24 કલાકમાં 800થી વધુ કેસ નોંધાયા છે. જામનગરમાં 1 મહિનામાં 2500થી વધુ કેસ છે. રાજકોટમાં પણ આ આંકડો ખાસ્સો મોટો છે. આ અંગે એક નેત્ર સર્જને જણાવ્યુ છે કે લોકોને સાવચેતી રાખવી જરૂરી છે. દર્દીઓ પોતાની આસપાસ હાઈજેનિંગ રાખે. દર્દી કોરોનાની જેમ એક સ્પેરેટ જગાએ રહે. ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી જોઈએ. પ્રિસ્ક્રિપ્શન વગર દવા દેવાનું ટાળો. કપડાં, હાથ રૂમાલ ગરમ પાણીમાં ધોવા. અમુક દવાઓ લાંબા ગાળાએ આડ અસર કરે છે.
કન્જક્ટિવાઇટિસના દરરોજ 100 જેટલા કેસો સરકારી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે. હાલ છેલ્લા એક મહિનામાં આ રોગના 2500થી વધુ કેસો જામનગરની જીજી હોસ્પિટલમાં નોંધાયા છે. ઘણા લોકો આ રોગની સારવાર ખાનગી હોસ્પિટલમાં લઇ રહ્યા છે. તેમજ લોકો સાવચેતી રાખે તેવી આરોગ્ય તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઇ છે.
આ કેસના રાજકોટ સહિત અમદાવાદ, ભાવનગર, બરોડા, સુરત જિલ્લામાં કેસો વધુ છે. છેલ્લા બે દિવસમાં મોટા મહાનગરપાલિકા જેવા કે રાજકોટ, અમદાવાદ, ભાવનગર અને બરોડા જિલ્લામાં 8 હજાર જેટલા કેસો સામે આવ્યા છે. ડોકટરની સલાહ વગર દવા લેવાનું ટાળો તથા અમુક આંખના ટીપામાં સ્ટીરોઇડ આવે છે જે આડ અસર કરે છે.
- Advertisement -
રાજકોટમાં નોંધાય છે રોજના 450 કન્જક્ટિવાઇટિસના કેસ
અનેક લોકો ચેપી રોગનો શિકાર થતા કન્જક્ટિવાઇટીસના કેસમાં ઉછાળો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરમાં વાયરલ કન્જક્ટીવાઈટીસ કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં રાજકોટ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ છેલ્લા દસ દિવસમાં જ 150 ટકા જેટલો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાં હાલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રોજના 500થી પણ વધુ કેસ હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે.
રાજકોટ જિલ્લામાં આખ આવવાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અતિચેપી આ રોગમાં એક સભ્યથી તરત પરિવારજનોએ અસર થતા ઘરના હર એક સભ્યને આર જોવા મળી રહી છે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પર નજર કરતા કેસની વધતી જતી ગતિ જોઈ શકાય છે. એટલું જ નહિ પરંતુ કેસ વધતાની સાથે સામે કામગીરી ક્ષમતા ઘટતી જોવા મળી રહી છે.
જે પણ દર્દીને આંખ આવે તો તે પોતાની કાર્યશૈલીથી દૂર રહે છે જેના કારણે કામગીરીની ક્ષમતા પર ભારે અસર જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ સતત વધતા હતા કેસ સામે આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઇ છે. વાયરલ રોગ ક્ધજક્ટીવાઈટીસમાં ઋજ આવવાની શક્તિ ઘટી જતાં આ રોગની અસર લાંબા સમય સુધી રહે છે. જેના કારણે આ રોગની અસર વધુ જોવા મળી રહે છે.