ભુણાવાની અવાવરું જગ્યામાં ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપીએ સંતાડેલો 80 બોટલ દારૂ જપ્ત
ગુંદાળા પાસે વોચમાં રહેલ ટીમને શંકાસ્પદ કાર દેખાતા 10 કિલોમીટર પીછો કરી 274 બોટલ દારૂ પકડી પાડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલ તાલુકા પોલીસે બે દરોડામાં દારૂની 354 બોટલ પકડી હતી અને 1 આરોપીની ધરપકડ કરી હતી. બંને કાર્યવાહીમાં રૂ. 3.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે ગોંડલ તાલુકા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક હિમકર સિંહએ દારૂ તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં લેવા સુચના આપેલ હતી ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા તથા ગોંડલ તાલુકા પો.સ્ટે.ના પ્રો.આઇ.પી.એસ. ડો.નવિન ચક્રવર્તી રેપુડીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ કામગીરીમાં હતો દરમ્યાન ડી સ્ટાફ ટીમ ગુંદાળા ગામે પહોંચતા એક સફેદ કલરની મહીન્દ્રા કંપનીની એક્સયુવી 500 ફોરવ્હીલ ગાડી શંકાસ્પદ આગળ જતી હતી જેનો પીછો કરતા આ કાર ચાલક જામકંડોરણા ગામ તરફ જતા રોડે અનીડા, ડૈયા અને ત્રાકુડા ગામ તરફ ગાડી ભગાડી દેવાબાપાના મંદિર પાસે કાર મુકીને નાશી ગયેલ હતો કારનો દરવાજો ખુલ્લો હોય અને કારની ચાવી અંદર હોય જેથી ચેક કરતા કારની વચ્ચેની શીટમાં તથા ડીકીમાં પાછળ જોતા દારૂની 274 બોટલ મળી હતી. જેની કિંમત રૂ.2,51,750, તથા કારની કિંમત રૂ 4 લાખ ગણી કુલ રૂ.6,51,750નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ગોંડલ તાલુકા પોલીસે જીજે -03-ઈએલ -3959 નંબરની કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા દરોડામાં ગોંડલ તાલુકા ડી-સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હકીકત આધારે ભુણાવા ગામની આથમણી સીમમાં અવાવરૂ જગ્યા ઉપરથી ઈંગ્લીશ દારૂનાજથ્થા સાથે ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી જગદિશસિંહ જાડેજા (ઉ.વ.31, રહે. ભુણાવા ગામે આશાપુરા માતાજીના મંદિર પાસે તા.ગોંડલ)ને પકડી તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 80 બોટલ કબ્જે કરી હતી તેની કિંમત રૂ.60,800 ગણી ગોંડલ તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરાઈ હતી. આ બંને દરોડાની કામગીરી ડો.નવિન ચક્રવર્તી (પ્રો.આઇ.પી.એસ)ના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.આર.સોલંકી, હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જીતેન્દ્રસિંહ વાળા, કોન્સ્ટેબલ રવિરાજસિંહ વાળા, સંજયભાઇ મકવાણા, રણજીતભાઇ ધાધલએ કરી હતી.