ચાલું વરસાદે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરતા તસ્કરો: ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી વરસાદને લીધે ફિક્કી પડી ગઈ હતી જો કે તસ્કરોએ ચાલુ વરસાદે પણ કારખાનેદારના બંધ મકાનના તાળા તોડી 1.92 લાખની ચોરીને અંજામ આપી સાતમ આઠમની ઉજવણી કરતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટના હરિધવા રોડ ઉપર ન્યુ સુભાષ સોસાયટીમાં રહેતા અને પરસાણા સોસાયટીમાં કારખાનું ધરાવતા વિશાલભાઈ અશોકભાઈ કરકર ઉ. 36એ અજાણ્યા તસ્કરો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવતું હતું કે ગત 23 તારીખે સવારે હું પત્નિ અને પૂત્ર ગોવા ફરવા ગયા હતા અને ચાવી પાડોશીને આપી હતી દરમિયાન 26 તારીખે પાડોશી માધવીબેનને પત્નીએ મેસેજ કરી ઘરમાં પાણી નથી આવતું ને તે જોવા કહેતા તે જોવા ગયા હતા અને બધું સલામત છે તેવું તેમને જણાવ્યું હતું બાદમાં 29 તારીખે રાત્રે અમે પરત આવ્યા હતા ત્યારે તાળું ખોલીને જોતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો જ્યારે તાળું ગાયબ હતું અંદર જઈને જોતા શેટી અને કબાટનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો બાદમાં પત્નીએ કબાટનું ખાનું ભવયસ કરતા તેમાં એક પાઉંચમાં રાખેલા સોના ચાંદીના દાગીના જેમાં સોનાના બે ચેઇન, બે બુટી, વીંટી, ડોકિયું, સાંકળા તેમજ 25 હજાર રોકડા સહીત 1,91,828 રૂપિયાની મતા ગાયબ હોય ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પીઆઇ સરવૈયા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



