બન્ને આરોપીઓએ 1.85 લાખ એડવાન્સ લઈ બાદમાં માલ ન આપ્યો, સાયબર ક્રાઈમે અમદાવાદથી ઝડપી પાડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી કરનારા શખસને સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આજે સાયબર ક્રાઈમ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી કરનારા બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં અભય પટેલ અને અલી ઉર્ફે અતિશની સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બંને આરોપીની છેતરપિંડીની વાત કરીએ તો બંને આરોપી વ્હોટ્સએપના માધ્યમથી પેઢીના નામની ઓળખની ચોરી કરતા હતા. ત્યાર બાદ તે પેઢીના જીએસટી નંબર મેળવી તે મેળવેલા જીસીટી નંબરનો દુરૂઉપયોગ કરી લોકો સાથે છેતરપિંડી કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
- Advertisement -
એક ફરીયાદી સોશિયલ મિડીયા વ્હોટ્સએપમાં ઓમકાર ઈન્ટરનેશનલ પેઢીના નામની ચોરી કરી તેના જીએસટી નંબર પર આધારીત ફેક વ્હોટ્સએપ પ્રોફાઈલ બનાવી અલગ અલગ વ્યકતીઓ સાથે વાતચીત કરી ફરિયાદીના પેઢીના નામનુ બીલ બનાવીને અજાણી વ્યકતીને મોકલીને વર્કનો ઓડર લઇ ને મો.નં. 7778829505 તથા મો.નં. 7383480353 દ્વારા ગૂગલ પે તથા ફોન પે દ્વારા પેઢીના નામની ઓળખચોરી કરી તથા અન્ય બીજી વિવિધ નામની પેઢી બનાવીને અલગ અલગ રાજયોના ઇસમો પાસેથી પેઢીના નામે એડવાન્સ પે મેન્ટ લઇને ત્યારબાદ પ્રોડકટ (માલ) ન આપીને ઓમકાર ઈન્ટરનેશનલ સાથે કુલ રૂ.1,85,179ની છેતરપીંડી આચરી છે.