જૂનાગઢના મેળામાં હૈયેહૈયું દળાય એટલી મેદની
ભવનાથમાં શરૂ થયેલા મેળાનાં બે દિવસે ટ્રાફિકમાં વધારો થયો છે. બે દિવસમાં 1.50 લાખ કરતાં વધુ ભાવિકો મેળામાં ઉમટી પડ્યા હતા. શનિવાર અને રવિવારના કારણે આ સંખ્યા બે ગણી વધી જશે. ગત રાત્રિનાં ભવનાથમાં હૈયેહૈયુ દળાય એટલી માનવ મેદની હતી. ભવનાથ જવાના તમામ માર્ગો પર ટ્રાફિકનાં દ્રષ્યો જોવા મળ્યા હતાં. શુક્રવારથી મહાશિવરાત્રિનાં મેળાનો પ્રારંભ થયો છે. મેળામાં અન્નક્ષેત્રો ધમધમવા લાગ્યા છે. ભવનાથ તરફનાં માર્ગો પર ટ્રાફિક જોવા મળી રહ્યો છે. પરંતુ સાંજ થતાં તેમાં વધારો થયો હતો. રાત્રિનાં મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભવનાથથી દામોદર કુંડ સુધીનાં માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો. આ ઉપરાંત ભરડાવાવ, મજેવડી ગેઈટ સહિતની જગ્યાએ રાત્રિનાં ટ્રાફિક જોવા મળ્યો હતો. રાત્રિનાં જૂનાગઢવાસીઓ મેળામાં ઉમટી પડ્યા હતા. શુક્રવાર અને શનિવારનાં 1.50 લાખ લોકોએ મેળો માણ્યો હતો. શનિવાર અને રવિવારનાં મેળામાં ભાવિકોની સંખ્યા બે ગણી વધવાની શક્યતા છે. શનિવાર સાંજના અને રવિવારનાં દિવસભર ટ્રાફિક જોવા મળશે. બે દિવસમાં આ સંખ્યા 3 લાખની આસપાસ પહોંચી જશે. આ ઉપરાંત આજે સવારથી જૂનાગઢ તરફ આવતા વાહનમાં લોકોની ભીડ જોવા મળી હતી. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન ઉપર ભીડ જોવા મળી હતી.
જૂનાગઢ તરફ આવતા વાહનોમાં ટ્રાફિક જોવા મળ્યો

- Advertisement -
શનિ, રવિવારના ભાવિકોની સંખ્યા બેગણી થશે
સોમવારથી બહારનો ટ્રાફિક વધશે: મેળાના પ્રારંભના દિવસોમાં જૂનાગઢ અને આસપાસનાં વિસ્તારનાં લોકોની સંખ્યા વધારે હોય છે. મંગળવારના મહાશિવરાત્રિ હોય અંતે આ દિવસે દિગંબર સાધુઓની રવાડી નીકળતી હોય સોમવારથી રાજ્યભરમાંથી ભાવિકો જૂનાગઢ તરફ પ્રયાણ કરશે.
ભવનાથમાં રાત પડે ને દિવસ ઉગે
દિવસ દરમિયાન ખાસ ટ્રાફિક જોવા મળ્યો નથી, પરંતુ સાંજનો સમય થતાં જૂનાગઢના લોકોનો પ્રવાહ ભવનાથ તરફ જોવા મળે છે. રાત્રિનાં ભવનાથમાં સંતવાણી, ભજનની રમઝટ બોલે છે અને રાત પડે ને જાણે ભવનાથમાં દિવસ ઉગે તેવો માહોલ જામ્યો છે.


