સાઈબાબા પાર્કમાં તાળાતોડી 75 હજારના વાસણની ચોરી
ખાસ-ખબર ન્યૂઝ
રાજકોટ, તા.19
રાજકોટમાં પોલીસના નબળા પેટ્રોલિંગનો તસ્કરો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે ત્યારે વધુ બે સ્થળોએ ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને પડકાર ફેક્યો છે મોરબી રોડ ઉપર બંધ મકાનમાંથી 1.47 લાખની મતા અને નાના મવા સાઈબાબા પાર્કમાંથી 75 હજારના વાસણની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે.
- Advertisement -
રાજકોટના મોરબી રોડ ઉપર સદગુરુ પાર્કમાં રહેતા અને નમકીનની એજન્સી ધરાવતા નીતિન શિવાભાઈ ઉભડિયાએ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના મોટાભાઇને ઘર નજીક કપડાંની દુકાન છે અને બે મકાનમાં અમે સાથે રહીએ છીએ આંઠ દિવસ પૂર્વે મોટાબા અવસાન પામતા મારા બા બાપુજી ગત 15 તારીખ ગયા હતા અને અમે પણ 17 તારીખે તાળું મારી થાનગઢ ગયા હતા બા બાપુજી 18 તારીખે ઘરે આવતા તાળા તૂટેલા છે તેમ જણાવતા અમે તાકીદે રાજકોટ આવીને જોતાં મારા રૂમમાંથી રોકડ 38 હજાર અને ગલ્લામાં રાખેલ 5000, ચાંદીની બે લકી, ચાંદીના બે કયડા, ચાંદીની કડલી, સોનાના પાટલા, સોનાની ચૂક, સોનાનું ઓમકાર, કલેક્શન બેગમાંથી 35 હજાર રોકડ અને કિરીટભાઈના રૂમમાંથી સોનાના ચાર દાણા, બે પેન્ડલ, એક વિટી, ચાંદીનો સોસલો, 20 હજાર રોકડ, સોનાના પાટલા સહિત 1,47,300ની મતા ચોરી થઈ ગઈ હોવાનું જણાવતા પીઆઇ એસ એમ જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
જ્યારે નાના મવા સાઈબાબા પાર્કમાં રહેતા આરતીબેન વિજયભાઈ રાવ ઉ.49એ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના સાત કલાક બંધ મકાનના તાળા તોડી તસ્કરો મોટા સ્ટીલના ડબ્બા, સ્ટીલની ડિસો, ચમચીઓ, સ્ટીલના થાળીના 20 સેટ, નાના મોટા 8 તપેલા, 1 કુકર સહિત 75 હજારનું વાસણ ચોરાઇ ગયું હોય તાલુકા પોલીસે તપાસ હાથ
ધરી છે.