રાજકોટ SOGએ સતત બીજા દિવસે નકલી બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટ રૂરલ એસઓજીએ સતત બીજા દિવસે શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સોમવારે શાપરમાં રેડ કર્યા બાદ મંગળવારે ઉપલેટામાંથી 1.28 લાખની કિંમતની 184 બેગ કબ્જે કરી હતી.
સોમવારે રાજકોટના વેપારીના શાપર સ્થિત ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણની 400 થેલી મળી હતી જે પછી રૂરલ એસઓજીના પીઆઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.સી.મિયાત્રા તેમની ટીમ સાથે ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ રઘુભાઇ દેવાભાઇ ઘેડ, ચિરાગભાઇ વાલાભાઇ કોઠીવારને બાતમી મળેલ કે, ઉપલેટાની વ્રજ વિલાસ હોટલની બાજુની ગલીમાં આવેલ પરેશ વલ્લભ સેલારકા રહે. ઉપલેટાના ગોડાઉનમાં જુદી જુદી કંપની બ્રાંડનો શંકાસ્પદ કૃષિને લગતો કપાસના બિયારણનો જથ્થો છે દરોડો પડતા અહીંથી રૂ.1,28,800ની કિંમતના બિયારણની 184 થેલી મળી હતી જે કબ્જે કરી આ જથ્થો ક્યાંથી સપ્લાય થયો તે અંગે પરેશની પૂછપરછ કરવામાં આવી હતી. ઉપરાંત શંકાસ્પદ જણાતા બિયારણના નમૂના લઈ લેબમાં તપાસ અર્થે મોકલાયા છે.