જામનગરના વેપારી ચંદીગઢના શખ્સ સામે સીઆઈડી ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ
પ્રોસેસના નામે પૈસા પડાવી લીધા બાદ કહ્યું લોન રિજેક્ટ થઈ છે ફરી પૈસા ભરવા પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જામનગરના વેપારીને વિદેશમાં લોન અપાવી દેવાની લાલચ આપી ચંદીગઢના શખ્સે રૂ.1.29 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ કરતા સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર જિલ્લાના કનસુમરા ગામે રહેતા અને જામનગરમાં એમ.કે. એન્ટરપ્રાઇઝ નામે ધંધો કરતા ઇકબાલભાઇ હારૂનભાઇ ખીરાએ ચંદીગઢના ઝીકરાપુર ગામે રહેતો સવી રાજેન્દ્ર કુમાર વર્મા સામે સીઆઈડી ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ધંધા માટે પૈસાની જરૂર હોય સને 2023માં મિત્ર લાખાબાવળના અલ્તાફને વાત કરી હતી. જેથી તેને તેના પરિચિત ચંદીગઢ રહેતા સવી વર્માનું નામ આપ્યું હતું બાદમાં તે ચંદીગઢ ગયા હતા અને અને મુકેશભાઇના ઘેર રોકાયા હતા બાદમાં સવી વર્માની ઓફિસે ગયા હતા. દરમિયાન સવી વર્માએ તેની ઓફિસે આવતા તેને પૈસાની વાત કરી હતી. જેમાં તેને યુ.કે. ખાતેની બેંકમાંથી 8 કરોડની લોન કરાવી દઇશ જેમાં તમારે કાર્યવાહી કરવાના એડવાન્સ 10 ટકા અને લોન મંજૂર થયા બાદ 20 ટકા આપવાના રહેશે તેમ કહ્યું હતું. ત્યાર બાદ ત્યાં હોટેલમાં રોકાયા હતો અને સવારે તેને લોન કરાવી દેવાની વાત કરી અને તેના મિત્ર અને ભાગીદાર અમદાવાદના કેતનપરી ગોસ્વામીને વાત કરી હતી અને પૈસાની જરૂર પડે તો આપવાની પણ વાત કરી હતી.
- Advertisement -
બાદમાં તેના મિત્ર પાસેથી એક લાખ મગાવ્યા હતા. બાદમાં સવી વર્માને આપ્યા હતા અને તમારે ચાર પાંચ દિવસ રોકાવું પડશે તેમ સવી વર્માએ કહેતા રોકાયા હતા બાદમાં સવી વર્માએ વધુ 25 લાખની માંગ કરી હતી. જે આંગડિયા મારફતે મગાવી આપ્યા હતા અને પરત હોટેલે ગયા હતા. બાદમાં તેના મિત્ર મુકેશ પટેલ પરત જતા રહ્યા હતા અને તેઓ સવી વર્માની ઓફિસે ગયા હતા. ત્યાં ફરી તેને 65 લાખની માંગ કરી હતી. જેથી તેને તેના અમદાવાદ રહેતા મિત્ર કેતનભાઇ ગોસ્વામી પાસેથી રૂ.20 લાખ, 25 લાખ, 45 લાખ આંગડિયા મારફતે ચંદીગઢ મગાવ્યા હતા અને સવી વર્માને આપ્યા઼ હતા ત્યારે તેમના પત્ની પણ હાજર હતા બાદમાં અમે અમદાવાદ જવા માટે નીકળી ગયા હતા. તે દરમિયાન સવી વર્માએ તેને કોઇ સારી હોટેલના ચાર રૂમ બુક કરવાનું કહેલ જેથી તેને અમદાવાદ આવી સારી હોટેલના ચાર રૂમ બુક કરાવ્યા હતા. ત્યાર બાદ તેણે આવી 20 લાખની માંગ કરી હતી જેથી તેને મિત્ર, સગાંસંબંધી પાસેથી પૈસાની વ્યવસ્થા કરી આપ્યા હતા. બાદમાં મોલમાં ખરીદી કરવા ગયા હતા અને ત્યાં પણ તેને અઢીથી ત્રણ લાખની ખરીદી કરી હતી અને પૈસા આપી દેવાનું કહ્યું હતું તે તેના મિત્ર કેતનભાઇએ આપ્યા હતા. બાદમાં તેને લોનની વિગતો મોકલી હતી જેમાં તેને લોન રદ થઇ હોવાનું અને ફરીથી લોન માટે પ્રોસેસ કરવી પડશે તેમ કહી મોબાઇલમાં વિગતો મોકલી હતી. બાદમાં કોઇ લોન નહીં થતા તેને પૈસાની જરૂર હોય જેથી તેને તેના નાણાં પરત માગ્યા હતા. જેમાં સવી વર્માએ થોડા દિવસમાં લોન નહીં થાય તો તમારા નાણાં પરત આપીશું તેમ કહ્યા બાદ નાણાં તેમજ લોન નહીં કરાવી દઇ તેના રૂ.1.25 કરોડ તેમજ તેના ભાગીદાર કેતનભાઇના 4.15 લાખની છેતરપિંડી કરી હોવાનું જણાવતા ડીવાયએસપી ઝાલા સહિતે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.



