ઝાલાવાડમાં ‘શ્ર્વેત ક્રાંતિ’ના જનક ડૉ.વર્ગીસ કુરીયનનો જન્મદિવસ
કપાસ, દૂધ અને મીઠાની ત્રિવેણીએ ઝાલાવાડની અર્થવ્યવસ્થાને આપી ગતિ:
26 નવેમ્બરે સુરેન્દ્રનગર-વઢવાણના માર્ગો પર વિશાળ બાઇક રેલીનું આયોજન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
ઝાલાવાડ વિસ્તારમાં કપાસ, દૂધ અને મીઠા જેવી ત્રણ સફેદ વસ્તુઓના વિક્રમી ઉત્પાદનને કારણે શ્વેત ક્રાંતિ સર્જાઈ છે. દેશમાં શ્વેત ક્રાંતિના જનક સ્વ. ડો. વર્ગીસ કુરીયનના જન્મદિવસ, 26 નવેમ્બરના રોજ નેશનલ મિલ્ક ડેની ઉજવણી થનાર છે.
સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજિત 1.25 લાખ દૂધ ઉત્પાદકો દ્વારા દૈનિક 6 લાખ લીટર દૂધનું ઉત્પાદન મેળવવામાં આવે છે, જે સુરસાગર ડેરી દ્વારા પ્રોસેસ થઈને અમૂલ બ્રાન્ડના દૂધ તરીકે બજારમાં વિતરણ થાય છે. આ સિદ્ધિની ઉજવણીના ભાગરૂપે માલધારી આગેવાનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મિલ્ક ડેની ઉજવણી નિમિત્તે તા. 26 નવેમ્બરના રોજ સુરેન્દ્રનગર અને વઢવાણના મુખ્ય માર્ગો પર એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, પશુપાલન શિબિર અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માલધારી આગેવાનો બબાભાઈ ભરવાડ અને સતીશભાઈ ગમારાએ આ અંગેની માહિતી આપી હતી. ઝાલાવાડમાં દૂધ, કપાસ અને મીઠું ખેડૂતો, પશુપાલકો અને અગરિયાઓ માટે જીવનરેખા સમાન બની રહ્યા છે.



