પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહિતના નેતાઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને વિમાન દુર્ઘટનાની સમીક્ષા કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
ગઈકાલે બપોરે અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.ત્યાર બાદ તેમણે સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે, “આખો દેશ પીડિત પરિવારો સાથે ઉભો છે.” ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર અઈં-171 બપોરે ક્રેશ થઈ ગઈ. ઘણા મુસાફરોના મોતની થયા છે. આ ઘટનાથી આખો દેશ આઘાતમાં છે. આખો દેશ મૃતકોના પરિવારો સાથે ઉભો છે. સૌ પ્રથમ, ભારત સરકાર, ગુજરાત સરકાર, અને વડા પ્રધાન વતી, હું પીડિતો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.”ઘટનાની જાણકારી મળ્યાના 10 મિનિટમાં જ ભારત સરકાર સુધી માહિતી પહોંચી ગઈ હોવાનું તેમણે ઉમેર્યું. તેમણે કહ્યું, “મેં તાત્કાલિક બધાનો સંપર્ક કર્યો. મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ફોન આવ્યો. ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ વિભાગો રાહત અને બચાવ કાર્ય માટે સાથે મળીને કામ કરી રહ્યા છે” અમિત શાહે દુર્ઘટનાની ભયાવહતા સમજાવતા કહ્યું કે, “વિમાનમાં 1.25 લાખ લિટર ઇંધણ હતું. આગ એટલી ઝડપથી લાગી કે બચાવનો કોઈ મોકો જ નહોતો મળ્યો.” આ કારણે મૃત્યુઆંક વધુ હોવાની આશંકા છે. ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હોવાથી, અમિત શાહે જણાવ્યું કે, “મૃતકોની ઓળખ ઉગઅ પરીક્ષણ પછી કરવામાં આવશે. ગુજરાતમાં લગભગ 1000 ઉગઅ પરીક્ષણ કરવામાં આવશે.” તેમણે અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયેલા એક મુસાફરને મળ્યા હોવાનું પણ જણાવ્યું. ઉડ્ડયન મંત્રીએ તપાસ ઝડપથી આગળ વધે તે માટે માહિતી આપી છે, અને ઉડ્ડયન વિભાગે તેની તપાસ શરૂ કરી
દીધી છે.
ગઈકાલે સાંજે અમિત શાહ સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી