વાંકાનેરના રફાળામાં વિધિ માટે બોલાવી પૈસા પડાવ્યા : ખોટી નોટો અને રમકડાં ભરેલી બેગ પધરાવી દીધાની ફરિયાદ
સાધુએ રૂદ્રાક્ષ આપી કહ્યું ‘તમે ભોળા છો, માતાજી પ્રસન્ન થયેલા છે, તમને લક્ષ્મી મળશે’
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
જામકંડોરણાના ખજૂરડા ગામના ખેડૂત અને વેપારીની દુકાને આવેલા બાવા સાધુએ રુદ્રાક્ષ આપ્યાં બાદ તમે ભોળા માણસ છો, માતાજી પ્રસન્ન થયેલ છે તમને લક્ષ્મી મળશે કહીં તાંત્રિક વિધિના બહાને 1.13 લાખની છેતરપીંડી આચરી ખોટી નોટો અને રમકડાં ભરેલ બેગ આરોપીઓએ પકડાવી દઈ છેતરપીંડી આચરતાં જામકંડોરણા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
જામકંડોરણાના ખજૂરડા ગામે રહેતાં મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકીયા ઉ.46એ બાવા સાધુ મો.6356814417, ગુરૂજી મો.7567474373, ગુરૂ-શિષ્ય, જીતુભા, જીતુભા સાથે ધુપના પૈસા લેવાં આવતો અજાણ્યો માણસ અને તપાસમાં ખુલે તે તમામ સામે જામકંડોરણા પોલીસમાં છેતરપીંડીની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે ખેતીકામ અને ઇલેકટ્રીક રીપેરીંગની દુકાન ચલાવે છે ચારેક મહીના પહેલાં એક વાદી તેમની ઇલેકટ્રીકની દુકાને બાવા સાધુના વેશમાં દક્ષીણા માંગવા આવેલ તેને દસ રૂપીયા દક્ષીણા આપેલ હતી. જેથી સાધુએ એક રૂદ્રાક્ષ આપેલ અને તેઓનો મોબાઇલ નંબર લીધેલ હતો.
- Advertisement -
બાદમાં ગઇ તા.18/04ના એક અજાણ્યા મોબાઇલ નં.6356 814417 ઉપરથી ફોન આવેલ અને જણાવેલ કે, હું તમારી દુકાને દક્ષીણા માંગવા આવેલ હતો તે વખતે મે તમને એક રૂદ્રાક્ષ આપેલ હતો તે બાવા સાધુ બોલુ છું, તમે ભોળા માણસ છો, માતાજી પ્રસન્ન થયેલ છે તમને લક્ષ્મી મળશે તમારી પાસે જુના રૂપીયા હોય, તો તેનાથી લક્ષ્મી આવશે તેમજ તમારે જમીન છે તે જમીનમાં પણ પુષ્કળ માયા (સોનુ) છે. તમો બહુ જ રૂપીયાવાળા બનશો તેમ વાતચીત કરેલ હતી.
તેમજ અન્ય એક અજાણ્યો મોબાઇલ નંબરમાંથી આ બાવા સાધુના ગુરૂજી બોલતા હતા તેમણે પણ તે જ વાત કરેલ, તેમજ બંને મોબાઇલ નંબરમાંથી વારંવાર વાતચીત કરી આ બાવાસાધુ અને તેના ગુરુજી બંનેએ વિશ્વાસમાં લઇ લીધેલ હતાં. તે બાદ ધન પ્રાપ્તી માટે વીધી કરવાનું કહેલ અને વીધીનો સામાન જેમાં ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનું, જુના રૂપીયાના સીક્કા, ચુંદડી, કંકુ સહિતનો વીધીનો સામાન લઇ વાંકાનેર પાસે રફાળા બોલાવેલ હતો. રફાળાની બાજુમાં અવાવરૂ જગ્યાએ ખાડામાં લઇ ગયેલ અને ત્યાં બાવા સાધુ તેના ગુરૂજી, જીતુભા અને એક અજાણ્યા માણસ જે ગુરૂજીના શિષ્ય તરીકે ઓળખ આપેલ એમ કુલ ચાર માણસો હતા તેમાં ગુરૂજીએ વીધી કરેલ અને એક પેટીમાં રૂપીયા 500-500ની નોટો બતાવેલ. તે પછી આ પેટી બંધ કરી દીધેલ. દરમ્યાન આ અજાણ્યા શખ્સને મોઢામાંથી લોહી નીકળવા લાગેલ અને તે બેભાન થઈ ગયેલ. જેથી આ ગુરૂજી બોલવા લાગેલ કે, માતાજી ક્રોધીત થઇ ગયેલ છે હવે અમારા દીકરાને સજીવન કરવા માટે ધુપની જરૂર પડશે. આ ધુપ તમારે 25 તોલા લાવવુ પડશે, આ ધુપનો એક તોલાનો ભાવ રૂપીયા રૂ.21 હજાર થાય છે. જે ધુપ તમારે જામનગર-દ્રારકા રોડ ઉપર જીતુભા દેવા આવશે તેમ ગુરૂજીએ જણાવેલ હતું. તે બાદ તેઓ ઘરે આવતાં રહેલ અને અજાણ્યા માણસને કંઇક થઈ જશે તેવા ડરથી તેઓએ તેમની પાસે રહેલા 15 હજાર અને બાકીના મિત્ર સર્કલમાંથી હાથ ઉછીના મંડળી ભરવાના બહાને રૂ. 5 લાખ લીધેલ હતા.
જે બાદ ગુરૂજીનો ફોન આવેલ અને કહેલ કે, પૈસાનો મેળ થઇ ગયેલ હોય, તો મે ધુપ વાળાને કહી દીધેલ છે તમે ત્યાંથી લઇ આવો. જેથી તેઓ તા.24/04 ના જામનગર થઈ દ્રારકા રોડ ઉપર ગયેલ અને ત્યાં જીતુભા તથા બીજા એક અજાણ્યો શખ્સ હતો. એક શીશીમાં ધુપ ચુંદડી વીટાળેલ હાલતમાં આપેલ અને જીતુભાને રૂપીયા આપી દીધેલ હતા.
તે ધુપ લઇ તેઓ ઘરે આવતાં રહેલ હતાં. જે બાદ તેઓને ભાણેજના લગ્ન હોય, જેથી લગ્ન પ્રશંગમાં ગયેલ હતાં. જે બાદ ગુરૂજીનો ફોન આવેલ અને કહેલ કે, તમે ધુપમાંથી બે ટીપા તમારી જમીનમાં પાડો અને પાંચ ટીપા આધ્યાશકિતમાંના નામના પાડો આમ કહેલ. જેથી તેઓએ ચુંદડીમાં વીટાળેલ ધુપની શીશી કાઢેલ તો શીશી તુટી ગયેલ હતી અને તેમાં ધુપ હતું નહી જેથી ગુરૂજીને ફોન કરેલ તો તેમણે કહેલ કે, માતાજી બહુ જ ક્રોધીત થઇ ગયેલ છે હવે તમારે બીજુ 25 તોલા ધુપ લાવવુ પડશે. આ ધુપનો એક તોલાનો ભાવ રૂ.31 હજાર હશે. જેથી ગુરૂજીને કહેલ કે, હાલ મારી પાસે પૈસા નથી તેનો હું મેળ કરી તમને ફોન કરીશ. જે બાદ મિત્ર સર્કલમાંથી છ લાખ રૂપીયા તથા તેમજ મે બે લાખની લોન ઉપાડેલ હતી.
જે બાદ ગુરૂજીને ફોન કરી પૈસાની વ્યવસ્થા થઇ ગયેલ છે ધુપ લેવા ક્યા લેવા જવાનું છે તેમ કહેતા તેને કહેલ કે, મે ધુપની શીશી લઇ લીધેલ છે તમારે ધુપવાળાને પૈસા દેવા જવાનું છે તેમ વાત કરતાં તા.30/04/2024 ના પૈસા લઇ વાકાનેર રફાળા રોડ ઉપર ગયેલ ત્યાં રાત્રીના અંધારામાં જીતુભા તથા તેની સાથે એક ધુપવાળા ભાઇ આવેલ તેમને 25 તોલા ધુપના એક તોલાના ભાવ રૂ.31 હજાર લેખે રૂ.75 લાખનો થેલો આપી દીધેલ અને જીતુભાએ એક પેટી આપેલ અને તેમણે કહેલ કે, તમારૂ કામ થઇ ગયેલ છે. આ પેટીમાં રૂપીયા ભરેલ છે તે ખોલતા નહી તમારા ઘરે રાખી દેજો જેથી તેઓ પેટી લઇ ઘરે આવતાં રહેલ અને ઘરમાં પેટી રાખી દીધેલ હતી. બાદમાં ફરીથી ગુરૂજીનો ફોન આવેલ અને તેમણે જણાવેલ કે, માતાજી ક્રોધીત થઇ ગયેલ છે તે તમારા કામ માટે માનતા નથી, હું બહુ જ માતાજીને મનાવું છું. તમારે પાછો ધુપ લેવો પડશે અને આ ધુપ તમારે નાસીકથી એક તોલાના ભાવ રૂ.70 હજાર લેખે 25 તોલા ધુપ લેવું પડશે તેમ વાત કરેલ હતી.
જેથી તેમને કહેલ કે, મારી પાસે પૈસાની વ્યવસ્થા થાય તેમ નથી કહેતાં તેને કહેલ કે, હુ પણ રૂપીયાની વ્યવસ્થા કરૂ છું તમો પણ રૂપીયાની વ્યવસ્થા કરો જે બાદ તેમને આપેલ પેટી ખોલી તો તેમાં પસ્તી તથા બાળકોને રમવાની પૈસાની નોટો હતી. જેથી બાવાસાધુ તેના ગુરુજી, જીતુભા તથા બીજો એક અજાણ્યો માણસ તેમજ તેમની પાસે આવેલ જીતુભા અને અજાણ્યો માણસે ભેગા મળી વિશ્વાસમાં લઈ તાંત્રીક વીધી કરાવી કુલ રૂ.13 લાખનીની છતરપીંડી કરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી જામકંડોરણા પોલીસે ગુનો નોંધી પીએસઆઈ વિ.એમ.ડોડીયા અને સ્ટાફે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.



