SREI ગ્રુપ પર છેતરપિંડીનો આરોપ, બૅન્કે સ્ટોક એક્સચેન્જને જાણ કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅન્કોમાંની એક પંજાબ નેશનલ બેંક (ઙગઇ) એ 2,434 કરોડ રૂપિયાના લોન કૌભાંડની જાણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને કરી છે. આ મામલે જછઊઈં ગ્રુપની બે કંપનીઓ સામે છેતરપિંડીના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે, જેના કારણે બેંકિંગ ક્ષેત્રમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.
ઙગઇ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કૌભાંડમાં જછઊઈં ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ લિમિટેડ અને જછઊઈં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ લિમિટેડ સામેલ છે. બંને કંપનીઓના ભૂતપૂર્વ પ્રમોટર્સ આ કેસમાં સંડોવાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે. બેંકે આ બાબતની સત્તાવાર માહિતી સ્ટોક એક્સચેન્જને પણ આપી છે.
બેંકના જણાવ્યા મુજબ, જછઊઈં ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ સંબંધિત છેતરપિંડીની રકમ અંદાજે 1,241 કરોડ રૂપિયા છે, જ્યારે જછઊઈં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ સાથે જોડાયેલ કૌભાંડની રકમ આશરે 1,193 કરોડ રૂપિયા છે. જો કે રાહતની વાત એ છે કે ઙગઇએ બંને કેસમાં બાકી રહેલી રકમ માટે 100 ટકા જોગવાઈ (ઙજ્ઞિદશતશજ્ઞક્ષ) કરી લીધી છે, જેના કારણે બેંકના નાણાકીય પરિણામો પર સીધી અસર થવાની શક્યતા નથી.
બંને કંપનીઓના કેસ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (ઈઈંછઙ) હેઠળ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (ગઈકઝ)માં ચાલી રહ્યા હતા. ગઈકઝ દ્વારા આ કેસોના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે. ત્યારબાદ, ઓગસ્ટ 2023માં નેશનલ એસેટ રિક્ધસ્ટ્રક્શન કંપની (ગઅછઈક) ની યોજના મંજૂર થયા પછી કંપનીઓના બોર્ડનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું.
ઙગઇના તાજા આંકડાઓ મુજબ, સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં બેંકની કુલ જોગવાઈઓ 643 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જે ગયા વર્ષની તુલનામાં વધુ છે. સાથે જ બેંકનો પ્રોવિઝન કવરેજ રેશિયો (ઙઈછ) વધીને 96.91 ટકા થયો છે. નિષ્ણાતોના મત મુજબ, આ આંકડો બેંકની સંપત્તિ ગુણવત્તા માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.
SREI ગ્રુપનો ભૂતકાળ
SREI ગ્રુપે વર્ષ 1989માં ફાઇનાન્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને ખાસ કરીને બાંધકામ સાધનોના ધિરાણ (ઈજ્ઞક્ષતિિીંભશિંજ્ઞક્ષ ઊિીશાળયક્ષિં ઋશક્ષફક્ષભશક્ષલ) ક્ષેત્રમાં તેની મજબૂત હાજરી હતી. પરંતુ નબળા નાણાકીય વ્યવસ્થાપન અને મોટા પાયે ડિફોલ્ટ્સના કારણે, ઓક્ટોબર 2021માં કંપનીને નાદારીની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો.



