દરરોજ થતા અકસ્માતો, વાહનના સ્પેરપાર્ટ ભાંગી રહ્યા છે, સમારકામ માટે ચોમેરથી માંગ
મસમોટા ખાડાને કારણે લોકોના હાકડા ખોખરા થતા હોઈ તંત્ર સામે રોષ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાપાલિકા અને હાઈ વે ઓથોરીટીની બેદરકારીમાં શહેરની ભાગોળે પ્રવેશદ્વાર પાસે જ રસ્તા ખખડધજ બન્યા છે.
બિસમાર રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે સાથે સાથે વાહનોનો પણ ખો બોલી રહ્યો છે. મસમોટા ખાડાને કારણે લોકોના હાકડા ખોખરા થતા હોઈ તંત્ર સામે રોષ પ્રવર્તી રહ્યો છે. આજી ડેમ ચોકડીથી આવેલા રીક્ષા ચાલકે કહ્યું કે, શહેરમાં પ્રવેશ પહેલા જ લોકોને ખબર પડવા લાગી છે કે શહેરમાં પ્રવેશ થઈ ગયો છે. અમારા વિસ્તારમાં તો હાલત વધુ કફોડી છે. અને એમાં પણ હેલ્મેટની હૈયા હોળી ચાલી રહી છે પહેલા રસ્તા સારા બનાવો પછી હેલ્મેટ ફરજીયાત કરીશું. આજી ડેમ ચોકડીએ તો પૂલ નીચે અને આસપાસના રસ્તા ઉપર પાણી ભરાઈ રહે તેવા ગાબડા પડેલા છે અને તેના સમારકામ માટે નગરસેવકો સહિતના આગેવાનો દ્વારા રજૂઆતો ઉઠાવાઈ છે.