‘મા ઉમિયા’ના આંગણે 600 વીઘામાં સભામંડપ, ભોજનલયો, પ્રદર્શન ડોમ, પાર્કિંગ સહિતની વ્યવસ્થા
મહોત્સવમાં આકમિક પરિસ્થિતિઓને પહોંચી વળવા ડીઝાસ્ટર મેનેજમેન્ટ-સલામતી સમિતિ
પાંચ દિવસીય મહોત્સવમાં 100 જેટલી સમિતિમાં 6000 સ્વયંસેવકોની ફોજ ખડેપગે
મહોત્સવમાં 400 વીઘામાં પાર્કિંગ: અપ-ડાઉન માટે અલગ- અલગ રસ્તાઓ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
કડવા પાટીદારોના આસ્થાન કેન્દ્ર સમા ઉમિયાધામ સિદસર ખાતે આગામી તા.25 થી 29 ડીસેમ્બર-2024 દરમ્યાન જગત જનની મા ઉમિયાના પ્રાગટયના 125 વર્ષ નિમિતે 5 દિવસીય પ્રાગટય ઉત્સવ શ્રી 1ા શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીમાં દરરોજ લાખો ભાવીકો ઉમટી પડશે. દુર આવેલા ખંતીલા અને ખમીરવંતા સ્વભાવના કારણે વિશ્વસ્તરે પથરાયેલા કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના જયા બેસણા છે તેવા જામજોધપુર તાલુકાના સિદસર ખાતે શ્રી 1ા શતાબ્દી મહોત્સવની તૈયારીઓનો ધમધમાટ છેલ્લા એક માસથી ચાલી રહયો છે. વિવિધ 100 જેટલી સમિતિઓમાં 6000 થી વધુ સ્વયંસેવકોની ફોજ વિવિધ કામગીરીઓમાં જોડાયા છે. સિદસર આસપાસના અનેક ગામોમાંથી પાટીદારો ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનના સ્વયંસેવકો શ્રમયજ્ઞમાં જોડાયા છે. ઉપલેટાથી 31 કિ.મી. સિદસર ખાતે વેણુ નદીના કાંઠે ઉમિયા માતાજીના સાનીધ્યમાં યોજાનારા શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, મહોત્સવના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણી, મહામંત્રી જયેશભાઇ પટેલ, સહમહામંત્રી કૌશીકભાઈ રાબડીયા, આયોજન સમિતિના ક્ધવીનર ચિમનભાઇ શાપરીયા, નાણા સમિતિના ક્ધવીનરો જગદીશભાઇ કોટડીયા, ગોવિંદભાઇ વરમોરા, મનસુખભાઇ પાણ ની આગેવાની હેઠળ જમીન સંપાદન થી માંડી, વિવિધ ડોમ, ભોજનાલયો, સભામંડપ, ઔદ્યોગીક પ્રદર્શન, સહીતની વ્યવસ્થાઓ 16 ચોરસ કી.મી. ના એરીયામાં ઉભી થઇ રહી છે. સિદસરની સીમમાં આવેલી 600 વિધા જમીનમાં મહોત્સવ માટે જમીન સંપાદન સમિતિ તથા પાણી પુરવઠા અને નિકાલ સમિતિની કામગીરી દિવસ-રાત ની મહેનત સાથે પૂર્ણતાના આરે છે. જમીન સંપાદન સમિતિના દિનેશભાઇ દેલવાડીયા, ભરતભાઇ માકડીયા, હરસુખભાઇ મકવાણા, રમેશભાઇ માણાવદરીયાના માર્ગદર્શન હેઠળ જમીન સંપાદન કરી જમીન સમતોલ કરી મહોત્સવના નકશા મુજબ વિવિધ મેળાઓ, ભોજનાલયો, સભામંડપ, ઉતારા વ્યવસ્થા, તથા રોડ ની માપણી ની કામગીરી પૂર્ણ થઇ છે. મહોત્સવના વિવિધ ભોજનાલયો, શૌચાલયો, તથા અન્ય માટે જરૂરી પાણી ની વ્યવસ્થા માટેની પાઇપલાઇન તથા પાણી નિકાલ માટેની પાઇપ લાઇનો અંડર ગ્રાઉન્ડ નાખવામાં આવી છે. 14 ટોઇલેટ બ્લોક નું બાંધકામ કરવામાં આવ્યુ છે. 600 વિધાના મહોત્સવ સ્થળે પાણી વ્યવસ્થા તથા નિકાલ માટે 6500 મીટર લાંબી પાઇપલાઇનો નાખવામાં આવી છે.
સિદસર આસપાસના ગામોમાંથી જરૂરીયાત મુજબ સ્વયંસેવકો મહોત્સવ સ્થળે વિવિધ કામગીરીમાં જોડાયેલા છે. મંડપ સમિતિના અધ્યક્ષ ચેતનભાઇ કડીવાર, ઉપાધ્યક્ષ ગોપાલભાઇ માણાવદરીયા, મંત્રી જયેશભાઇ ભાલોડીયા, સહમંત્રી જય લાલકિયા તથા સભ્યોની ટીમ દ્વારા એક માસથી તૈયારીઓ ચાલી રહી હતી. ઔદ્યોગીક મેળો, કૃષિ મેળો, બાલનગરી આનંદમેળો, ફિલ્મ પ્રદર્શન ડોમ, સહીત વિવિધ પ્રદર્શન તથા સ્વયંસેવકોના ઉતારા માટે મંડપ સમીયાણાનું કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. મહોત્સવના આર્કષક પ્રવેશદ્વારથી માંડીને આંતરિક રસ્તાઓ પર પ્લાસ્ટીક ની નેટ દ્રારા ફલોરીંગ મહોત્સવને ચાર ચાંદ લગાવી દેશે.
શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં દોડશે 250થી વધુ જઝ બસો
- Advertisement -
રપ થી ર9 ડિસે. સિદસર શ્રી શવા શતાબ્દી મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવીકોના ટ્રાફીકને પહોંચી વળવા ગુજરાત રાજયના માર્ગ વાહન વ્યવહાર નિગમે રાજયભરની એસ.ટી.ડેપોથી વધારની 250 જેટલી બસો દોડાવવા નિર્ણય લીધો છે. જેમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ એસ.ટી. ડેપો માંથી એકસ્ટ્રા બસો સિદસર ભણી દોડશે. દરેક તાલુકા મથકેથી સિદસર મહોત્સવમાં પહોંચી શકાય તે માટે એસ.ટી.વિભાગે મહોત્સવમાં આવનાર ભાવીકો માટે કાબીલેદાદ વ્યવસ્થા ગોઠવી છે. જુદા જુદા બુથ ઉપરથી ઉપડતી બસોના સંચાલન માટે અલગ સ્ટાફ ફાળવી જવાબદારી સોંપવામાં આવી છે. રાજકોટ ખાતે ઉમાભવન, યુનિર્વસીટી રોડ, તથા સ્પીડવેલ પાર્ટી પ્લોટ, અંબીકા ટાઉનશીપથી એકસ્ટ્રા બસો ઉપડશે. તથા સૌરાષ્ટ્ર ના દરેક જીલ્લા તથા તાલુકા મથકે 51 યાત્રીકો ગ્રુપ બુર્કીંગ કરશે તો નિશ્ચીત ભાડામાં નજીકના બસ સ્ટેન્ડથી બસની વ્યવસ્થા કરી આપવામાં આવશે. દરેક બસ સ્ટેન્ડ પર સિદસર જવા લોકો એકઠા થશે કે તુરંત નવી બસ મુકાશે. જે ભાવીકોને મહોત્સવ સ્થળે નિશ્ચીત પાર્કીંગમાં પહોંચાડશે જયાથી સિદસર ખાતે બનાવાયેલા બી.આર.ટી.એસ. રૂટ પર તહેનાત મીની બસો દ્રારા યાત્રીકોને મંદિર ગેઇટ સુધી પહોંચડવામાં આવશે.
સિદસર મહોત્સવમાં 5000થી વધુ બોટલ રક્ત એકત્ર થશે

20થી વધુ બ્લડબેંકો: એકત્ર થનાર રક્ત સિવિલ હૉસ્પિીટલ-ગરીબ-જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે અપાશે
સિદસરમાં યોજાનાર પાંચ દિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યકમ પુરતો જ સમિતિ નથી ભકિતની સાથે સામાજીક કાર્યનું પણ જીવંત ઉદાહરણ બની રહે અને સાથોસાથ માનવ સેવાનું પણ ઉમદા કાર્ય થાય તેવા ઉમદાહેતુ થી રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. માનવ જીવનનું સૌથી મહામુલ્ય ગણાતું તત્વ ‘રકત’ છે. સિદસર શ્રી 15 શતાબ્દી મહોત્સવનાં પાંચેપાંચ દિવસ રકતદાન કેમ્પ દ્વારા 5000 થી વધુ બોટલ રકત એકત્ર કરવાનુ આયોજન થયું છે.
રાજકોટ ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરી ટેબલ ટ્રસ્ટ ના શિરે મહોત્સવમાં રકતદાન સમિતિની જવાબદારી સોંપવામાં આવી છે. આજના આ ઝડપી યુગમાં રકતની ભારે ઉણય વર્તાઇ રહી છે. ત્યારે આ મહામુલ્યવાન રકત અન્ય વ્યકિતને નવજીવન બક્ષે છે. રકતદાન સમિતિના અધ્યક્ષ વિનુભાઇ મણવર, ઉપાધ્યક્ષ નિરજભાઇ મણવર, મંત્રી ધર્મેશભાઇ ઉકાણી, સહમંત્રી પ્રફુલભાઇ દેત્રોજા ના નેતૃત્વમાં રર જેટલા કાર્યકરો કામગીરી સંભાળશે. રકતદાન સમિતિ દ્નારા સમગ્ર સૌરાષ્ટ્રની ર0 બ્લડ બેંક મહોત્સવ સ્થળે સેવા લેવામાં આવી છે. રકતદાતાઓને સ્મૃતિરૂપે આકર્ષક લેપટોપ બેગ, કીચનવેર પ્રોડકટ્સ આપવામાં આવશે પાંચ દિવસ યોજાનાર મહોત્સવમાં આશરે 5000 બોટલ રકત એકઠું કરવાનો લક્ષયાંક છે. મહોત્સવમાં એકત્ર થનાર રકત રાજકોટ-જામનગરની સિવીલ હોસ્પિટલો- ગરીબ દર્દીઓને વિનામૂલ્યે આપે તેવી જોગવાઇ કરવામાં આવશે.
ર5 થી ર9 ડિસે. સિદસર શ્રી શવા શતાબ્દી મહોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવીકો જગ જનની મા ઉમિયાના દર્શનાર્થે આવશે. ત્યારે યાત્રીકો ભાવીકોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે વિનાવિલંબ વ્યવસ્થીત દર્શન થઇ શકે ભાવીકોની ભીડ ન થાય તેમજ કોઇ ધકકામુકકી ના બનાવો ટળે તે માટે ના પ્રયાસો દર્શન સમિતિ ના નવીનભાઇ ભાયાણી, કીર્તિભાઇ સુતરીયા, પ્રવિણભાઇ વાછાણી, કેયુરભાઇ સિતાપરા, ચંદ્રકાંતભાઇ ભડાણીયા તથા બુટ ચંપલ સમિતિના વલ્લભભાઇ લાડાણી, કેશવલાલ ભાલોડીયા, રસિકભાઇ ગોધાણી, જીતુભાઇ માકડીયા, ભરતભાઇ મકવાણા સહીતની ટીમ દ્રારા કરવામાં આવી રહયા છે. આ મહોત્સવમાં દર્શનાર્થે આવનાર દરેક ભાવીકો માટે લાલપુર ગામના 60 જેટલા કાર્યકરો દ્રારા રેવડી, ટોપરૂ, મિસરી પ્રસાદી રૂપે બનાવવા તેમજ વહેંચવાની કામગીરી થશે. પાંચ દિવસના મહોત્સવમાં આવતા લાખો ભાવીકો માટે 400 વિધા થી વધુ જમીનમાં બે અલગ-અલગ વિશાળ પાર્કીંગ ઉભા કરવામાં આવ્યા છે. પાનેલી નજીક તથા ગીંગણી થી સિદસર આવતા ફોર વ્હીલર, ટુ વ્હીલર, ખાનગી તથા એસ.ટી. બસો માટે અલગ અલગ બે ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. મા ઉમિયાના દર્શને પધારતા ભાવીકો ના વાહન પાર્કીંગમાં પાર્ક થયા બાદ 100 જેટલી બસો દ્રારા ભાવીકોને સિદસર ખાતે મંદિર ગેઇટ પાસે લઇ જવાશે. જયાંથી ભાવીકો મંદિર દર્શન, યજ્ઞ દર્શન, પ્રદર્શન, બાલનગરી, સભામંડપ, અને ભોજનાલય સુધી એક જ રૂટમાં પહોંચી શકશે જે માટે પાર્કીંગ વ્યવસ્થા માટે જે.સી.બી. દ્વારા રાત-દિવસ રોડ લેવલીંગ કરી રસ્તાઓને સમતોલ કરવામાં આવ્યા છે. મહોત્સવ દરમ્યાન ટ્રાફીક જામ ન થાય તેનું સવિશેષ ધ્યાન રાખી અલાયદુ આયોજન કરવામાં આવ્યુ છે. કોઇપણ જાતની પાર્કીંગ ફી લીધા વગર જ વાહન ચાલકોની સંપુર્ણ દેખરેખ પાર્કીંગ સમિતિના પ્રભારી દિનેશભાઈ દેલવાડીયા, અધ્યક્ષ ભરતભાઇ માકડીયા, ઉપાધ્યક્ષ હરસુખભાઇ મકવાણા, મંત્રી રમેશભાઇ માણાવદરીયા, સહમંત્રી અભિષેક માકડીયાના વડપણ હેઠળ 500 થી વધુ કાર્યકરો રાઉન્ડ ધ કલોક સેવા આપશે. મહોત્સવમાં પાંચ દિવસ દરમ્યાન બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેનાર હોય ભાવિકોની સુવિધા માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ તથા સલામતી સમિતિ ના 700 થી વધુ સ્વયંસેવકો 3 શીફટમાં કામગીરી કરશે. સિદસર ખાતે વેણુ નદીના કાંઠે કોઇ અધટીત ઘટના ન ઘટે તે માટે 40 તરવૈયાઓની ટીમ, ખડે પગે રહેશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટને લગતા ફાયર ફાઇટર્સ, છ ફાયર ટેન્કર, બે રેસ્કયુ બોટ, બે સ્પીડ બોટ, દસ એમ્બ્યુલન્સ, તબીબોની ટીમ, તૈનાત રહેશે. ભાવીકોની ભીડની પ્રવાહના સુચારૂ સંચલન માટે ડ્રોન મારફત વિડીયો સર્વિલેન્સ સહીતની કામગીરી હર્ષિત કાવરના માર્ગદર્શન હેઠળ આપતી વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ તરીકે પી.એલ. ગોઠી, ઉપાધ્યક્ષ ગીરીશભાઇ ખાંટ, મંત્રી કમલેશભાઇ ધમસાણીયા, અજયભાઇ જાગાણી, સલામતી સમીતીના ચુનીભાઇ પનારા, નીતીનભાઇ ફળદુ, પરેશભાઇ પનારા, જહેમત ઉઠાવી રહયા છે. તેમ શ્રી 1ા શતાબ્દી મહોત્સવની પ્રેસ
મિડીયા સમિતિના અધ્યક્ષ રમેશભાઇ ધોડાસરા તથા મંત્રી રજની ગોલની યાદીમાં જણાવાયુ છે.



