બપોર સુધી ભારે ગરમી બાદ 1:30 વાગ્યા બાદ શરૂ થયો વરસાદ. વિસાવદરમાં આજરોજ બપોર સુધી ભારે ગરમી ઉકળાટ બાદ બપોરના દોઢ વાગ્યાની આસપાસ મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી કરેલ.
વરસાદ શરૂ થવાની સાથે જ નાના બાળકો વરસાદમાં નહાવાની મજા લેતા એક ઠેક ઠેકાણે જોવા મળતા હતા. તેમજ ખેડૂતોમાં પણ હરખની હેલી છવાઇ હતી.