રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવો સામે આવી રહ્યા હતા. જેથી પોલીસ પણ એકશન મોડનાં આવી ગઈ હતી. અને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આંતર રાજ્ય ચોરીને અંજામ આપતી ગેંગના બે સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓની ધરપકડ બાદ કુલ 12 જેટલી ચોરીના ભેદ ઉકેલાયા છે.
આ આરોપીઓ દિવસે ખેતરોમાં કામ કરતા હતા અને રાત્રીના સમયે ચોરીને અંજામ આપતા હતા. તાજેતરમાં જ આ આરોપીઓએ આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. અને પોલીસે તે ચોરીનો મુદામાલ પણ કબ્જે કર્યો છે. જોકે આ ગેંગના અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે. મહત્વનું છે કે બંને આરોપીઓ પૈકી એક આરોપી મધ્યપ્રદેશનો વતની છે. અને આ આરોપી અત્યાર સુધીમાં 13 જેટલા ગુનામાં નાસતો ફરતો હતો.