કૃષિ, ખાણકામ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ જેવા મુખ્ય વિષયો પર સેમિનાર યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની તૈયારીઓ વચ્ચે રાજ્ય સરકાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિકાસને ધ્યાનમાં રાખીને બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 8 અને 9 જાન્યુઆરી, 2026એ રાજકોટમાં કરવામાં આવ્યું છે. મહેસાણામાં પ્રથમ રિજનલ કોન્ફરન્સને મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ આ બીજી કોન્ફરન્સ પ્રદેશના વિકાસ, રોકાણ, લોજિસ્ટિક્સ અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. રાજકોટમાં યોજાનારી VGRC પહેલાં ડિસેમ્બર, 2025 દરમિયાન કચ્છ, જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા મળી કુલ 11 જિલ્લામાં જિલ્લા-સ્તરીય કાર્યક્રમો થશે. આ ઇવેન્ટ્સમાં લોકલ તકો, MSME અને સ્ટાર્ટઅપ્સના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. રાજકોટમાં બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન કૃષિ, ખાણકામ, પ્રવાસન, ઔદ્યોગિક વિકાસ, પોર્ટ્સ-લોજિસ્ટિક્સ, ગ્રીન એનર્જી, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, માછીમારી, સિરામિક્સ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રો પર વિશેષ સત્રો યોજાશે.
- Advertisement -
MSME કોન્ક્લેવ, રિવર્સ બાયર-સેલર મીટ(RBSM) તેમજ અનેક ટ્રેડ ફેરનું પણ આયોજન થશે, જેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને નેટવર્કિંગ અને ભાગીદારીની તક મળશે. કચ્છ-સૌરાષ્ટ્ર ક્ષેત્ર તેના બંદરો, ખનિજ સંસાધનો, પ્રવાસન, સિરામિક અને એન્જિનિયરિંગ ઉદ્યોગોને કારણે વૈશ્વિક સ્તરે ઝડપથી ઊભરતું રોકાણ કેન્દ્ર બન્યું છે. કોન્ફરન્સ આ ક્ષેત્રની નવી ક્ષમતાને વધુ ગતિ આપશે.
મહેસાણામાં યોજાયેલી પ્રથમ કોન્ફરન્સમાં 1,264 MoU થયા હતા
મહેસાણામાં યોજાયેલી પ્રથમ VGRC દરમિયાન 3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 1,264 ખજ્ઞઞ થયા હતા. બે દિવસમાં 29 હજારથી વધુ ઉપસ્થિતિ સાથે 80 દેશોના 440 પ્રતિનિધિઓ જોડાયા હતા. 160થી વધુ B2B અને 100થી વધુ B2G મિટિંગ્સ દ્વારા મોટા પાયે રોકાણ તકો ઊભી થઈ હતી.મહેસાણા ઇવેન્ટમાં 410થી વધુ પ્રદર્શકો હતા, જેમાં 170થી વધુ ખજખઊ અને સ્ટાર્ટઅપ્સ સામેલ હતા, તેમણે ઇનોવેશન રજૂ કર્યું હતું. ઉદ્યમી મેળામાં 9,000 ઉદ્યોગસાહસિકોને રૂ.900 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી. ભારતનેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલમાં રૂ.41.56 કરોડના રોકાણની જાહેરાત થઈ હતી, જ્યારે VGRC દરમિયાન 850 સેલર્સ સાથે થયેલી બેઠકોમાંથી રૂ.500 કરોડથી વધુની નિકાસ ઇન્કવાયરી મળી હતી. રાજકોટમાં યોજાનારી બીજી RBSM કચ્છ-સૌરાષ્ટ્રને વિકાસ અને રોકાણના નવા યુગમાં આગળ ધપાવશે તેવી રાજ્ય સરકારને આશા છે.



