રાજકોટ મહાપાલિકા દ્વારા અત્યારથી 2500 MCFT પાણી આપવા રાજ્ય સરકારને પત્ર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સામે મુખ્ય જળસ્ત્રોત માત્ર આજી અને ન્યારી એમ બે જ છે. આ કારણે નર્મદાનાં નીર ઉપર આધાર રાખવો પડે છે. ગત ચોમાસામાં આજી અને ન્યારી ડેમ છલકાઈ ગયા હતા. છતાં હાલમાં ભરશિયાળે નર્મદાનાં નીરની માંગ કરવામાં આવી છે. જે રીતે પાણીનો ઉપાડ થઈ રહ્યો છે તે જોતા 2025નાં જાન્યુઆરીમાં આજી અને માર્ચમાં ન્યારી ડૂકી જવાની શક્યતા છે. જેને લઈને મનપા દ્વારા અત્યારથી 2500 MCFTપાણી આપવા રાજ્ય સરકારને પત્ર પાઠવી માંગ કરવામાં આવી છે.
મનપાનાં ડે. કમિશ્નર સ્વપ્નિલ ખરેનાં જણાવ્યા મુજબ રાજકોટ મનપા દ્વારા દરરોજ 420 MLD પાણીનો ઉપાડ કરવામાં આવે છે. જેમાં આજી અને ન્યારી-1 ડેમમાંથી 290 ખકઉ તેમજ 130 ખકઉનો ઉપાડ નર્મદા આધારિત પાઇપલાઇનમાંથી કરવામાં આવે છે. જોકે, ચોમાસા સિવાય આજી અને ન્યારી-1 ડેમનો આધાર પણ નર્મદા ઉપર રહે છે. હાલ પાણીની કોઈ સમસ્યા નથી. નર્મદાનું પાણી આપવામાં ન આવે તો જાન્યુઆરી અને માર્ચ સુધી આજી અને ન્યારી-1નું પાણી લઈ શકાય તેમ છે.
આમ છતાં સાવચેતીનાં ભાગરૂપે રાજ્યના સિંચાઈ વિભાગને પત્ર લખીને નર્મદાનું પાણી આપવા વિનંતી કરી છે. જો સમયસર આ પાણી આપવામાં આવે તો આવતા વર્ષે નર્મદાની લાઈનમાં મેઈન્ટેનન્સનું કામ ચાલતું હોય ત્યારે પણ રાજકોટવાસીઓને મુશ્કેલી પડે નહીં. હાલ આજી ડેમમાં 31 જાન્યુઆરી, 2025 સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. જ્યારે ન્યારી ડેમમાં 31 માર્ચ 2025 સુધી ચાલે તેટલું પાણી છે. એટલે કે અજીમાં 901 MCFT અને ન્યારીમાં 1248 ખઈઋઝ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજકોટમાં નવા વિસ્તારો ભળી રહ્યા હોવાથી પાણીની જરૂરિયાત વધી છે. ત્યારે લોકોને પૂરતું પાણી આપી શકાય તેના માટે એક સર્વે થઈ ચૂક્યો છે. જેમાં પ્રાથમિક તબક્કે અમુક સ્થળોની પસંદગી કરવામાં આવી છે. આગામી સમયમાં આવા સ્થળોએ નવા જળાશયો બનાવવા માટેની કામગીરી કરવામાં આવનાર છે. તેમજ ફક્ત નર્મદા ઉપર આધાર રાખવાનાં બદલે જળસંચય કરવા માટે પણ મનપા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેથી પાણી માટેના અંડરગ્રાઉન્ડ સોર્સ રિચાર્જ કરવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે.
- Advertisement -
આ માટે વિવિધ સોસાયટીઓને તેમના બોર રિચાર્જ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં બંને મુખ્ય જળાશયો આજી અને ન્યારીમાં હાલ પૂરતો પાણીનો જથ્થો છે. પરંતુ દૈનિક માંગ જોતા આજીડેમનો જથ્થો જાન્યુઆરી અંત સુધીમાં તેમજ ન્યારી ડેમનો જથ્થો માર્ચ સુધીમાં ખૂટી જવાની શક્યતા છે. તેમજ જાન્યુઆરી બાદ નર્મદાની લાઇનનું મેન્ટેનન્સ માટેનું કામ કરવામાં આવનાર છે. જેને લઈ સાવચેતીનાં ભાગરૂપે અત્યારથી નર્મદાના નીર માટે રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી લેવામાં આવી છે. જેમાં આજીડેમ માટે 1800 MCFT અને ન્યારી ડેમ માટે 700 ખઈઋઝ મળી કુલ 2500 MCFT જથ્થો ઠાલવવા રજુઆત કરાઈ છે.