સાંસદ રામભાઇ મોકરીયાએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાને કરી રજૂઆત
કેન્દ્રીય શિક્ષણમંત્રીએ હકારત્મક પ્રત્યુતર આપ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભારત સરકારના એચ.આર.ડી. વિભાગ દ્વારા તાજેતરમાં રાજ્યસભામા આસામનાં ગૌહાટી ખાતે એક નવી ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) ફાળવવા અંગેનું બીલ રજુ થયુ હતું. તેની ચર્ચા દરમ્યાન રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રાજકોટ શહેર અને જીલ્લાની વસ્તી તેમજ રેલ્વે ડિવિઝન, A.G. કચેરી સહિત મોટા પ્રમાણમાં આવેલી કેન્દ્રિય કચેરીઓના કર્મચારીઓની સંખ્યા તથા રાજકોટ એ સૌરાષ્ટ્રમાં એજ્યુકેશન હબ તરીકે ઉભરી આવ્યુ હોઇ રાજકોટ ખાતેની જરૂરીયાત ધ્યાને લઇ એક નવી કેન્દ્રીય વિદ્યાલાય ફાળવવા માટેની રજૂઆત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાનને કરવામાં આવી હતી. જો કે તેનો હકારત્મક પ્રત્યુતર આપ્યો છે. અને આ અંગે ગંભીરતાથી વિચારણા કરવા તેઓએ ખાતરી આપી છે. કેન્દ્રિય મંત્રી મંડળએ મંજૂર કરેલા અને મોન્સૂન સત્રમાં સંસદમાં રજૂ થયેલા ભારતીય પ્રબંધક સંશોધક વિધેયક-2025ને આવકારતા તેઓએ જણાવ્યુ છે કે, ગૌહાટી ખાતે સ્થપાનાર નવી ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ (IIM) આવતા શૈક્ષણીક વર્ષથી શરુ થઇ જશે. આ સંસ્થા અમદાવાદ ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય નામના ધરાવતી IIMને અનુસરશે.



