27 માર્ચથી 2 એપ્રિલ 2026 દરમિયાન કથા યોજાશે; જીગ્નેશ દાદા ’રાધે-રાધે’ના હસ્તે આજે કાર્યાલયનો શુભારંભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ફરી એકવાર સર્વજ્ઞાતિ પિતૃના મોક્ષાર્થે શ્રી રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યપીઠના લાભાર્થે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે. આ સપ્તાહનું આયોજન તા. 27 માર્ચ થી 2 એપ્રિલ 2026 દરમિયાન રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ શુભ આયોજનના કાર્યાલયનો શુભારંભ આજે તા. 17-11-2026ના રોજ સવારે 10:00 વાગ્યે સટ્ટાબજાર, દાણાપીઠ ખાતે શ્રી જીગ્નેશ દાદા ’રાધે-રાધે’ના વરદ્ હસ્તે થવા જઈ રહ્યો છે. કાર્યાલયના શુભારંભ બાદ જીગ્નેશ દાદા પ્રેસમીટને સંબોધશે. આયોજક પરિવારે મીડિયાકર્મીઓને પ્રેસમીટમાં હાજર રહેવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.



