ગ્લોબલ હોસ્પિટલના ડોક્ટરોએ માનવતાની હદ વટાવી લેતા મ્રુતક ના પરિવારજનોની ન્યાયિક તપાસની માંગ કરી
કાણોદર ની મહિલાના મોત ની પાછળ હોસ્પિટલ જવાબદાર હોવાનુ મ્રુતક મહિલાના પરિવારજનોના આક્ષેપ
પ્રાપ્ત માહીતિ અનુસાર પાલનપુર તાલુકા ના કાણોદર ના વતની ફાતમાબેન સુણસરા ઉ.વ.૫૫ ને તા. ૨/૭/૨૦૨૦ ના દિવસે શ્વાસ લેવામાં તકલીફ થતા સારવાર અર્થે પાલનપુર ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા તેમનો રિપોર્ટ કોરોના પોજીટીવ આવતા તા.૪/૭/૨૦૨૦ ના રોજ વધુ સારવાર અર્થે અમદાવાદ ની ગ્લોબલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમને ગ્લોબલ હોસ્પિટલ ના ડો.રાજેશ મિશ્રા દ્વારા ૫૦૦૦૦ હજાર ડિપોજીટ મુકાવી આ હોસ્પિટલ માં કોરોના દર્દી ફાતમાબેન સુણસરા ને દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર માટે ઇન્જેક્શન લખી આપેલ હતા. ડો.રાજેશ મિશ્રા ના લખી આપેલ મુજબ ઇન્જેક્શન Remdesivir 100 mg નામના છ અને Tocilizumab 400 mg નામના બે ઇન્જેક્શન ફાતમાબેન સુણસરા ના પરિવારો મોટી મુસિબતે લાવી આપ્યા હતા. અને સિવિલ હોસ્પિટલ અમદાવાદ થી બે પ્લાઝમા સાથે ગ્લોબલ હોસ્પિટલ ના રિશેપ્સન ઉપર જમા કરાવ્યા હતા.
- Advertisement -
આ હોસ્પિટલ માં ડો.રાજેશ મિશ્રા હાજરી આપતા ના હતા તેઅો માત્ર વિડીયો કોલિંગ પર ઉપસ્થિત રહી ને ગ્લોબલ હોસ્પિટલ ના અન્ય ડોક્ટર સુહાના મન્સુરી દ્વારા સારવાર કરાવતા હતા. પરંતુ ફાતમાબેન સુણસરા નો જીવ બચાવવા ડોક્ટર દ્વારા લખી આપવા માં આવેલા ઇન્જેક્શન આપવા જરૂરી હોવા છતા ડો.રાજેશ મિશ્રા અને ડો.સુહાના મનસુરી દ્વારા આ ઇન્જેક્શન આપવા માં ના આવતા અને બે ઇન્જેક્શનો અન્ય ને વેચી મારેલ આ બાબત ને લઇ ફાતમાબેન સુણસરા ના પરિવાર દ્વારા ડો.સુહાના મન્સુરી ને વારંવાર ઇન્જેક્શન આપવાની રજુઆત કરાતા હોવા છતા ડો.સુહાના મનસુરી અે વાત ધ્યાન પર ના લેતા અને સારી રીતે જાણવા છતા કે આ ઇન્જેક્શન નહી અપાય તો દર્દી નુ મોત પણ થઇ શકે છે તેમ છતા અેક ડોક્ટર તરીકે ની માનવતા ની હદ વટાવી અને આખરે તા. ૧૦/૭/૨૦૨૦ અને ૧૧/૭/૨૦૨૦ ના બપોરે ૧૨ કલાકે ના સમય ગાળા વચ્ચે ફાતમાબેન સુણસરાઅે હોસ્પિટલ ની પથારી માં જ અંતિમ શ્વાસ લિધો અને તેમનુ મ્રુત્યુ થયુ . જે બાબત હોસ્પિટલ ના મસિનો ઉપર અંકિત કરાતા તમામ બનાવનો ઘટસ્ફોટ થયો હતો.
ફાતમાબેન સુણસરા નુ મોત થયુ હોવા છતા ગ્લોબલ હોસ્પિટલ ના ડોક્ટર રાજેશ મિશ્રા ની આગેવાની અને દોરવણી હેઠળ ડો.સુહાના મનસુ અને હોસ્પિટલ ના અન્ય ડોક્ટરો અને નર્સ અને સ્ટાફ ના માણસો ભેગા મળી ને ફાતમાબેન સુણસરા નુ મોત થઇ ગયુ હોવા છતા તેમની સારવાર ના બહાને પરિવાર પાસે થી પૈસા પડાવવાની ગુનાહિત કાવતરૂ ઘડી તેના ભાગરૂપે વારંવાર સારવાર કરવાના બહાના હેઠળ વિઝિટિંગ ચાર્જે વસુલ કરતા રહ્યા અને તેમના કાવતરા મુજબ ખોટા બિલ બનાવિને પૈસા પડાવતા રહ્યા હોવાનુ પરિવાર દ્વારા આજે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી આ બાબતની ન્યાયિક તપાસ થાય તેવુ જણાવ્યું હતુ. જે બાબત ને લઇ મ્રુતક ફાતમાબેન ના પરિવાર દ્વારા ગ્લોબલ હોસ્પિટલ ના ડો. રાજેશ મિશ્રા, ડો.સુહાના મનસુરી, અને અન્યો સામે ઇન્ડિયન પીનલ કોડ ની કલમ ૧૨૦બી, ૪૦૬,૪૧૭,૪૧૮,૩૦૪, અને ફલિત થતાં ફોજદારી ગુના અન્વયેના કોગ્નીઝેબલ ગુનાની લેખિત માં ફરિયાદ અમદાવાદ ના પોલીસ સ્ટેશન માં કરેલ છે અને ન્યાયિક તપાસ ની માંગ કરી છે. ( અહેવાલ :જયેશભાઈ મોદી – પાલનપુર)