ગુરૂવારના રોજ સવારના 9 00 કલાકે ચાલુ વરસાદમાં પણ જસદણ ખાતે ટાવર ચોકમાં માનનીય મંત્રીશ્રી પશુપાલન શ્રી કુંવરજીભાઇ બાવળિયા સાહેબના હસ્તે રાજકોટ, બોટાદ, મોરબી અને અમરેલી જિલ્લામાં શરૂ થનાર કુલ 19 દસ ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાના 1962 નું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ દસ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના ગામડાના છેવાડાના પશુપાલકોને પણ નિશુલ્ક પશુ સારવાર સેવાઓ ઉપલબ્ધ બની શકે તે માટે માનનીય મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા સાહેબ તરફથી ઘણા જ પ્રયત્નોને અંતે આ યોજના અમલમાં મુકવામાં આવેલ છે
આમાંથી 4 મોબાઈલ પશુ દવાખાના જસદણ અને વીંછિયા વિસ્તારના ભંડારીયા, ગોડલાધાર, ભડલી અને છાસિયા ગામોમાં ચાલુ કરવામાં આવેલ છે. જેથી આ ગામોની આજુબાજુના 10 ગામોમાં પશુપાલકોને તેમના પશુઓની નિશુલ્ક સારવાર મળશે તથા ઈમરજન્સી કિસ્સામાં 1962 નંબર ઉપર ફોન કરવાથી ઉપરના ગામોની આજુબાજુના દસ ગામોના પશુપાલકોને ઇમરજન્સી સારવારનો પણ લાભ મળશે.
અગાઉ એક મહિના પહેલા આટકોટ ખાતે પણ મોબાઈલ પશુ દવાખાના શરૂ કરવામાં આવેલ છે જેનો લાભ આટકોટ થી સાણથલી સુધીના દસ ગામના પશુપાલકો હાલમાં મેળવી રહ્યા છે.
આ ઉપરાંત ગોંડલ તાલુકાના મોટા દડવા ખાતે પણ અગાઉ મોબાઈલ પશુ દવાખાના ચાલુ કરવામાં આવેલ છે અને તેનો લાભ તેની આજુબાજુના દસ ગામના લોકો મેળવી રહ્યા છે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં જસદણ ના પ્રાંત અધિકારી સાહેબ શ્રી તથા પશુપાલન ખાતાના સંયુક્ત પશુપાલન નિયામકશ્રી કચેરીના ડો. રાખોલીયા,
ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરી ના ડો. રાણપરીયા, જીલ્લા પંચાયત કચેરીના ડો. ડઢાણીયા તથા તેમની ટીમ હાજર રહેલ.
GVK તરફથી શ્રી મિલન પટેલ, યોગેશભાઈ તથા રમેશભાઈ સોયા વગેરે ટીમ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જસદણ વિસ્તારના ભાજપના કાર્યકરો અને પશુપાલકો ખાસ હાજરી આપી.
(કરશન બામટા-આટકોટ)