જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પાર કરવાનો પ્રયાસ કરતા આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ કાશ્મીર પ્રવાસે છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની તેમની નાપાક પ્રવૃત્તિઓથી ડરતા નથી. જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) પાર કરવાનો પ્રયાસ કરતા આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ થયો હોવાના અહેવાલ છે. આ એન્કાઉન્ટર પૂંચ જિલ્લાના ચક્કા દા બાગ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે થયું હતું.
ભારતીય સેનાના જવાનોએ શુક્રવારે મોડી રાત્રે કેટલાક શકમંદોને ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરતા જોયા હતા. આ પછી તેમને સેના દ્વારા પડકારવામાં આવ્યો હતો. ત્યારપછી સેના પર આતંકીઓ તરફ ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. આ પછી ભારતીય સેના તરફથી પણ જવાબી ગોળીબાર શરૂ કરવામાં આવ્યો હતો. આ ફાયરિંગમાં એક જવાન ઘાયલ થયો હતો.
J&K | Search operations underway in the Poonch sector, after observing suspicious movement along LOC. Indian Army troops cordoned off the area and a brief exchange of fire occurred.
- Advertisement -
(Visuals deferred by unspecified time) pic.twitter.com/IedJ9cC63G
— ANI (@ANI) June 24, 2023
ઘાયલ જવાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો
આ તરફ ઘટનાને લઈ ઘાયલ જવાનને તાત્કાલિક મિલિટરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં જવાનની હાલત સુધારા પર છે. મહત્વનું છે કે, નિયંત્રણ રેખા પરથી ઘૂસણખોરીનો પ્રયાસ એવા સમયે કરવામાં આવી રહ્યો છે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની બે દિવસીય મુલાકાતે છે. ઘૂસણખોરીના પ્રયાસ બાદ પુંછ નેશનલ હાઈવે પર પોલીસ અને સેના એલર્ટ મોડ પર છે. દરેક આવતા અને જતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે અને તેમને પૂછપરછ કર્યા પછી જ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે.
અગાઉ ચાર ઘૂસણખોરોને કરાયા હતા ઠાર
નોંધનીય છે કે, આ પહેલા સવારે કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર માછિલ સેક્ટરમાં સુરક્ષા દળોએ ચાર ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને માદક પદાર્થોનો જથ્થો મળી આવ્યો છે. જેમાં 9 એકે 47 રાઈફલ, 14 એકે મેગેઝીન, 288 પિસ્તોલ રાઉન્ડ, 4 હેન્ડ ગ્રેનેડ, ત્રણ પિસ્તોલ, પાંચ પિસ્તોલ મેગેઝીન, હેરોઈનના 55 પેકેટ (લગભગ 55 કિલો) અને અન્ય ગુનાહિત સામગ્રીનો સમાવેશ થાય છે. માછિલ સેક્ટરના કાલા જંગલમાં 22 અને 23 જૂનની મધ્યરાત્રિએ ઘૂસણખોરીની માહિતી મળી હતી. નોંધનીય છે કે આ પહેલા 15 જૂને ઘૂસણખોરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો.