‘અમારૂં મકાન તોડી પાડશો તો અમે તાત્કાલિક ક્યાં જઈશું?’
અમને ટૂંકા ગાળામાં નોટિસ પાઠવી મકાન દૂર કરવા જણાવ્યું, જે ખૂબ અન્યાયી : લત્તાવાસી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હાલમાં રાજકોટ મનપા દ્વારા વોર્ડ નં. 16ના વિસ્તારો અને જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતાં ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવાની નોટીસ આપવામાં આવી છે ત્યારે જંગલેશ્ર્વરના રહેવાસીઓ આજરોજ મ્યુ. કમિશનર અરોરાને રજૂઆત કરવા રૂબરૂ પહોંચ્યા હતા, જેમાં તેમણે રજૂઆત દરમિયાન જણાવ્યું કે અમારા પરિવારમાં અમુક પરિવારોમાં કોરોના કાળમાં ઘણાં અનાથ થયા છે. હાલ માથે ચોમાસુ છે, અને અમે મહેનત મજૂરી કરીને પેટિયું રળીએ છીએ ત્યારે આટલા ટૂંકા સમયમાં અમે ક્યાં જઈશું? તે અંગેની રજૂઆત કરી હતી.
વધુમાં અહીં વસવાટ કરતાં અનેક પરિવારો ખૂબ જ ગરીબ છે અને બધા છૂટક મજૂરી કામ તથા નાનો-મોટો વેપાર ધંધો કરી પરિવારનું ભરણપોષણ કરીએ છીએ ત્યારે જો આ ઘર તોડી પાડવામાં આવશે તો આશરો છીનવાઈ જશે અને મનપા દ્વારા ઘર તોડી પાડવામાં આવશે તો અમો ક્યાં જઈશું? ત્યારે આ ઘરો તોડી પાડવામાં ન આવે અથવા તો વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરી આપવા માંગ કરવામાં આવી હતી.