ગાંધીનગર SOG કર્મચારીની ઓળખ આપી સંચાલિકાનું અપહરણ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ચોટીલા ખાતે ચેષ્ઠા હોસ્પિટલના સંચાલિકા રમાબેન મુળુભાઇ બડમલીયાને એક ગર્ભવતી મહિલા સહિત ચાર શખ્સો દ્વારા 40 લાખ રૂપિયાની ખંડણી માંગી અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે જેમાં સ્થાનિક પોલીસે સમય સૂચકતાથી હોસ્પિટલના સંચાલિકાને બચાવી બે શખ્સોને ઝડપી લીધા હતા.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર ચોટીલા શહેરની ચેષ્ઠા હોસ્પિટલના સંચાલક રમાબેન મુળુભાઇ બડમલીયા પોતાની હોસ્પિટલ પાછળ આવેલા રહેણાક મકાને હોય ત્યારે હોસ્પિટલના સ્ટાફ દ્વારા બોલાવતા રમાબેન હોસ્પિટલે જતા બે શખ્સો તેઓના ભાણેજ પારસભાઈ સાથે માથાકુટ કરતા હતા જેથી બંને શખ્સોને શાંત પાડી પૂછતા તેમાંથી એક રણજીતસિંહ મોરી પોતે ગાંધીનગર એસ.ઓ.જી સ્ટાફના છે અને તેની સાથે અન્ય શખ્સ પ્રદીપસિંહ વનરાજસિંહ પરમાર પણ એસ.ઓ.જીના કર્મચારી હોવાનું જણાવી આ બંને સાથે આવેલ અન્ય એક ગર્ભવતી મહિલા અને પુરુષ એમ ચારેય શખ્સો દ્વારા સંચાલિકા રમાબેનને ગર્ભ પરીક્ષણ કરવાના હેતુથી કેશ કરવાનું જણાવી પતાવટ કરવા માટે 55 લાખ રૂપિયાની માંગણી કરેલ હોય અને અંતે 40 લાખમાં સેટલમેન્ટ કરી દેવાનું કહી જ્યાં સુધી રૂપિયાનો બંદોબસ્ત ન થાય ત્યાં સુધી સંચાલિકાને સાથે રાખવા માટે કારમાં લઈ ગયા હતા જે બાદ આશરે બે કલાક સુધી ગાંધીનગર એસ.ઓ.જી સ્ટાફ તરીકે ઓળખ આપનાર બંને શખ્સોએ રમાબેનને કર્મ ગાંધી રાખી વારંવાર રૂપિયાની વ્યવસ્થા બાબતે હોસ્પિટલ ફોન કરવાનું દબાણ કરી હતું. જ્યારે આ મામલે સ્થાનિક પોલીસને જાણ થતા હોસ્પિટલના સંચાલિકા ને અપહરણ કરી લઈ ગયેલા બંને શખ્સોને પાર્ટ બોલાવવા માટે છટકું ગોઠવી રૂપિયાની વ્યવસ્થા થઈ ચૂકી હોવાનો સંચાલિકાના દીકરા પાસે ફોન કરાવી બંને શખ્સો રૂપિયા લેવા માટે આવતા ઝડપી પાડ્યા હતા.
જ્યારે અપહરણ અને ખંડણી માંગનાર બંને શખ્સો રણજીતસિંહ મોરી અને પ્રદીપસિંહ પરમાર એસ.ઓ.જીમાં હોવાની ખોટી ઓળખ આપી ગર્ભવતી મહિલાને સાથે અન્ય પુરુષ રાખી તેને મહિલાનો પતિ બનાવી હોસ્પિટલ સંચાલિકા પાસે રૂપિયા પડાવવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું આ સાથે ઝડપાયેલ શખ્સ ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘનો પ્રમુખ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ તો ચોટીલા પોલીસે હોસ્પુલિટલ સંચાલિકા રમાબેન ફરિયાદના આધારે ઝડપાયેલ બંને શખ્સ તથા ગર્ભવતી મહિલા અને પુરુષ સહિત કુલ ચાર વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.