તાલાળાના વીરપુરમાં ગીર ક્રિકેટ એકેડમી ખાતે ક્રિકેટ મહોત્સવનો પ્રારંભ: 13 ટીમ ભાગ લઈ રહી છે
ગીર સોમનાથ જિલ્લા પોલીસના અધિકારીઓ, કર્મચારીઓમાં ઉત્સાહ વધારવા તેમજ ખેલદિલીની ભાવના વિસ્તારવા જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા તા. 21, 22-01-2023 દરમિયાન એક ક્રિકેટ ટુર્નામેન્ટ ‘ગીર રક્ષક કપ’નું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
જે અનુસંધાને આજરોજ ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા વી. આર. ખેંગાર, નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ ડીવીઝન દ્વારા ગીર ક્રિકેટ એકેડમી, વીરપુર, તા. તાલાલા ખાતે પોલીસ ક્રિકેટ મહોત્સવસમો ‘ગીર રક્ષક કપ’નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
આ ઓપનિંગ અનુસંધાને એ. એસ. ચાવડા, પોલીસ ઈન્સ. એલ.સી.બી. ગીર સોમનાથ તથા એ. બી. જાડેજા ઈ.ચા. પો.ઈન્સ. એસ.ઓ.જી. ગીર સોમનાથ, એચ. આર. ગોસ્વામી પોલીસ ઈન્સ. એલ.આઈ.બી. ગીર સોમનાથ, એસ. પી. ગોહિલ પો. ઈન્સ. પ્ર.પાટણ, એસ. એમ. ઈસરાણી પો. ઈન્સ. વેરાવળ, એમ. યુ. મસી સર્કલ પો. ઈન્સ. તાલાલા, વી. કે. ઝાલા પો. સબ ઈન્સ. એલ.સી.બી., આર. એચ. મારૂ પોલીસ સબ ઈન્સ. તાલાલા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.
- Advertisement -
આ ગીર રક્ષક કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 13 ટીમ ભાગ લેનાર છે. જેમાં પોલીસ સ્ટેશન વેરાવળ સીટી, પ્ર.પાટણ કોડીનાર, ઉના, તાલાલા, સુત્રાપાડા, ગીરગઢડા, નવાબંદર મરીન, સોમનાથ મરીન, પોલીસ હેડ કવાર્ટરની બે ટીમ તથા એસ.પી. ઓફીસની એક ટીમ ભાગ લેનાર છે.
આ ટુર્નામેન્ટના વિજેતા થયેલ ટીમ તથા રનર અપ ટીમ તથા મેન ઓફ મેચ તથા મેન ઓફ સીરીઝ થયેલાને પોલીસ અધિક્ષક ગીરનાથના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવનાર છે.