જૂનાગઢમાં કાર્યરત જમીન ચકાસણી લેબમાં ત્રણ જિલ્લાની જમીન અને પાણીનું થાય છે પૃથ્થકરણ
ખાસ ખબરસંવાદદાતા
ખેત ઉત્પાદન વધારવા સમયાંતરે ખેડૂતો તેની જમીન અને પાણીની ચકાસણી કરાવે તે આવશ્યક છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે જૂનાગઢ સરદારબાગ ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે.
જમીનમાં જુદાં-જુદાં પોષક તત્વોની જાણકારી માટે, જમીનની ફળદ્રુપતાની કક્ષા નક્કિ કરવા, જમીન કયા ખેતી પાકો માટે અનુકુળ છે, ખેતી પાકોને યોગ્ય અને સમતોલ માત્રામાં ખાતર આપવા જમીનનુ બંધારણ નક્કિ કરવા, જમીનમા રહેલ નિતાર શક્તિ, ભેજ સંગ્રહ શક્તિ સહિતની બાબતો માટે જમીનનું પૃથ્થકરણ ચકાસણી આવશ્યક છે.
તેના આધારે કયાં પોષકતત્વો આપવા પડશે તેમજ સુધારણા માટે કયાં પગલા લેવા પડશે તેની ભલામણ કરવામાં આવે છે. ઉપરોકત ભલામણને આધારે ખાતરનો ઉપયોગ કરવાથી મહત્તમ ઉત્પાદન મળે છે અને ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે.
ચકાસણી સાથે ખેતી પિયત માટે અપાતા પાણીની ચકાસણી પણ એટલી જ આવશ્યક છે. ખેડૂતોએ ખેત ઉત્પાદન વધારવા સાથે ખેતી ખર્ચ ઘટાડવા સમયાંતરે પોતાની જમીનની માટી અને પાણીનું પૃથ્થકરણ ચકાસણી કરાવે તે ખેડૂતોના હિતમાં છે. ખેડૂતોને ફાયદાકારક છે.
જૂનાગઢ લધુ કૃષિ ભવન, સરદારબાગ ખાતે મદદનીશ ખેતી નિયામકની કચેરી જમીન ચકાસણી પ્રયોગશાળા ખાતે માત્ર રૂપિયા 15ની ફ્રી ભરવાથી જમીન અને પાણીની ચકાસણી ખેડૂતો કરાવી
શકે છે.
ખેત ઉત્પાદન વધારવા જમીન અને પાણીની ચકાસણી આવશ્યક
