વિશ્વ યોગ દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે 6 વાગે Y-જંક્શન ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાજરીમાં લોકો ઉજવણી કરવા પહોંચ્યા છે, જેમાં મોટી સંખ્યામાં શહેરભરના 1.25 લાખ જેટલા લોકો એકત્રિત થવાના હતા, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી હતી. આજે સુરતમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં સુરતીઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને સવા લાખની સામે 1.50 લાખ લોકોએ યોગ કર્યો હતો. વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગિનિસ બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિએ ગિનિસ બુક ઓફ રેકોર્ડનું પ્રમાણપત્ર આપ્યું હતું.
વડાપ્રધાને અમેરિકાથી દેશીવાસીઓને સંબોધિત કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાથી દેશવાસીઓને વર્ચ્યુઅલી સંબોધન કરી દેશવાસીઓને યોગદિનની શુભકામનાઓ પાઠવી હતી. ઉપસ્થિત સૌએ મધ્યપ્રદેશના જબલપુરમાં ઉપરાષ્ટ્રપતિ આયોજિત રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે યોગના મહત્વ અને યોગના ઈતિહાસ આધારિત કોફી ટેબલ બુક ‘યોગ’નું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ યોગ એવોર્ડ એનાયત કરાયા હતા. યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂતે કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવ્યો હતો.
- Advertisement -
UNમાં ફરી એકવાર વડાપ્રધાનએ ભારત માતાને ગર્વ અપાવ્યું: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, UNમાં મોદીએ યોગ કરીને ફરી એકવાર ભારત માતાને ગર્વ અપાવ્યું છે. યોગના 21 યોગ સ્ટુડિયો નવા શરૂ કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે સુરત ઇતિહાસ રચી દેશે. 1 લાખ કરતાં વધુ લોકો જોડાયા, .મોડે સુધી જાગતા સુરતીઓ આજે 4 વાગ્યાથી અહીં આવી રહ્યા હતા. 250 સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ન ભૂતો ન ભવિષ્યતિ જેવો કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી અમેરિકામાં છે પણ ગુજરાત અને તેમાં પણ સુરતમાં આ દૃશ્ય અદભુત જોવા મળ્યું છે.
Live: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરત ખાતે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી. https://t.co/WesQ3rIRL9
— CMO Gujarat (@CMOGuj) June 21, 2023
- Advertisement -
યોગવિદ્યા ગ્રહણ કરી નિયમિત તેનો અભ્યાસ કરો
આ પ્રસંગે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતની ભવ્ય વિરાસત સમા યોગથી વિશ્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે. જેનું શ્રેય આપણા વડાપ્રધાનને ફાળે જાય છે. યોગ અભ્યાસથી સ્વસ્થ-તંદુરસ્ત અને તણાવમુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેનું જ્વલંત ઉદાહરણ આપણા ઋષિ-મુનિઓ, યોગાચાર્યોએ દુનિયાને પૂરું પાડ્યું છે, આપણે સૌએ સુસ્વાસ્થ્ય અને સુખાકારી માટે યોગવિદ્યા ગ્રહણ કરી નિયમિત તેનો અભ્યાસ કરવો જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો.
ગિનિસ બુકમાં રેકોર્ડ
21મી જૂન- ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1.50 લાખ નાગરિકો એકસાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાઇને વિશ્વ વિક્રમ સર્જ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતા ઉપસ્થિતિ રહ્યા હતા. ફક્ત એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ સવારે 6.40 કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધ્યા હતા, જેનુ જીવંત પ્રસારણ રાજ્યભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાયું હતું.
યોગ દિવસના આ કાર્યક્રમમાં એક સાથે એક સ્થળે 1.50 લાખ નાગરિકોએ યોગાભ્યાસમાં જોડાઈ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો જેનું મુખ્યમંત્રીશ્રીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોગના મહત્વ અને ઈતિહાસની કોફી ટેબલ બુક 'યોગ' નું વિમોચન તેમજ યોગ એવોર્ડ એનાયત કરાયા. pic.twitter.com/sUpIfG7mzt
— CMO Gujarat (@CMOGuj) June 21, 2023
રાજ્યમાં 7 હજારથી વધુ સ્થળે યોગનું આયોજન કરાયું
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, કોરોનાકાળમાં લોકોને આરોગ્યની મહત્તા સુપેરે સમજાઈ છે, આવા વિકટ સમયમાં યોગ-પ્રાણાયામ સંજીવની સમાન બન્યા હતા. ત્યારે આપણા ૠષિમુનિઓની અમૂલ્ય ભેટ સમાન યોગવિદ્યા આધુનિક યુગમાં સ્વસ્થ જીવન જીવવાની ચાવી બની છે. કેન્દ્ર સરકારના સુશાસનને 9 વર્ષ તેમજ 9માં વિશ્વ યોગ દિવસનો સંયોગ સર્જાયો છે એમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં 7000થી વધુ સ્થળોએ સવા કરોડ જેટલા લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાયા છે, ત્યારે યોગ દિવસની રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી યોગથી નિરોગ રહેવાનો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજના 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિત્તે સુરત ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો સાથે યોગાભ્યાસમાં જોડાઈને નાગરિકોને યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. pic.twitter.com/KK0fZxsetP
— CMO Gujarat (@CMOGuj) June 21, 2023
‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ પર ઉજવણી
વિશ્વભરમાં દર વર્ષે 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ પર ઉજવણી કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. Y-જંક્શનથી SVNIT સર્કલ -4 કિ.મી સુધી, Y જંક્શનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ – 4 કિ.મી સુધી, તેવી જ રીતે Y-જંક્શનથી સુરત એરપોર્ટ ગેટ – 4.5 કિ.મી સુધી મળી પ્રતિ 1 કિમી આશરે 10,000 નાગરિકો એટલે કે 1,25,000 નાગરિકો કુલ 12.5 કિમી પથ પર આ યોગાભ્યાસમાં સહભાગી થયા હતા. નોંધનીય બાબત છે કે, રાજ્ય કક્ષાના સુરત ખાતેના કાર્યક્રમમાં જોડાવવા માટે જાહેર કરાયેલી ઓનલાઇન લિંક ઉપર માત્ર એક જ દિવસમાં એક લાખથી વધુ નાગરિકોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું.