ભારતીય સેનાએ ’ઓપરેશન સિંદૂર’ના પ્રહારથી દુશ્મનોને ધૂળ ચટાવી હતી સેનાના આ કાર્યના સન્માન માટે ઉના ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ઉનાના ધારાસભ્ય કે.સી.રાઠોડ ના સહયોગથી ઉના ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રા ઉના નગરપાલીકા ભવન થી લઈ ત્રિકોણ બાગ, ટાવર ચોક, મેઈન બજાર, વડલા ચોક, બસ સ્ટેન્ડ તેમજ ધારાસભ્યના કાર્યાલયે પુર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રામાં ભાજપના કાર્યકરો, ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો, ઉના પાલીકાના પ્રમુખ પરેશભાઈ બાંભણીયા, સંગઠનના હોદેદારો, દરેક ગામના સરપંચો, શહેરના વેપારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Follow US
Find US on Social Medias



