16મીએ નેટ પ્રેકિટસ કરશે : રાજકોટમાં ખેલાડીઓનું ગરબા ડીજેના તાલે સ્વાગત કરાશે
28500 બેઠકની ક્ષમતા ધરાવતા ખંઢેરી સ્ટેડિયમમાં 17મી જુને રમાનારી મેચની મોટાભાગની ટિકિટો ચપોચપ વેચાઇ ગઇ
- Advertisement -
બે વર્ષ બાદ રાજકોટમાં યોજાશે આંતરરાષ્ટ્રીય મેચ
ખાસ-ખબર સંવાદદાતા
આગામી 17મી જૂને રાજકોટમાં કોરોના કાળના લાંબા અંતરાલ બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી – 20 મેચ રમામાન છે તેને લઇને ક્રિકેટ રસિકોમાં અનેરો ઉન્માદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમમાં રમનારી આ મેચની ટિકીટોનું ઓનલાઇન બુકીંગ શરૂ થઇ ગયું છે.
28500 બેઠકોની ક્ષમતા આ સ્ટેડિયમ ધરાવે છે ત્યારે મેચની મોટાભાગની ટિકિટ વેચાઇ ગઇ છે. દરરોજ અડધો કલાક સ્લોટ ખુલે છે. અને ગણતરીની મિનિટોમાં ટિકિટ વેચાઇ જાય.
- Advertisement -
ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ 15મી જુને બપોરે 2 વાગ્યે ખાસ પ્લેનમાં રાજકોટ આવી જશે. 16મીએ ટીમો નેટ પ્રેકિટસ કરશે.
કોરોના મહામારીના કારણે રાજકોટમાં છેલ્લા બે વર્ષથી એક પણ આંતર રાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઇ નથી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ખંઢેરી સ્થિજત સ્ટેડિયમ ખાતે છેલ્લે 17 જાન્યુઆરી 2020ના રોજ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે મેચ યોજાઇ હતી. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન સ્ટેડિયમ ખાતે 18 ઓકટોબર 2015માં વન ડે મેચ રમ્યું હતું. હવે 7 વર્ષના અંતરાલ બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ આજ સ્ટેડિયમમાં 17મી જુને ટી-20 મેચ રમશે. આગામી 17મી જુને રાજકોટમાં દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે ટી-20 મેચ રમાનાર છે. ત્યારે રાજકોટની ફોચ્ર્યુન પાર્ક જેપીએસ ગ્રાન્ડ હોટેલમાં ઉતરનાર દક્ષિણ આફ્રિકાની ટમીને આવકારવા તડામાર તૈયારી કરી છે. દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓની તસવીરો વાળા હોડીંગ્સ મુકવામાં આવશે. ટીમના કેપ્ટન ટેમ્બા બવુમાને પ્રેસિડેન્શિયલ શ્યુટમાં 8મો માળ ફાળવાયો છે. ખેલાડીઓને તેમની તસવીર વાળા મગમાં કોફી અપાશે. હોટેલ દ્વારા બન્ને ટીમના ખેલાડીઓને સ્ટેડિયમ ખાતે કેટરીંગ સર્વીસ ટી-20 મેચ દરમિયાન પુરી પાડવામાં આવશે. ખેલાડીઓને ન્યુટ્રીશન યુકત ડિઝાઇન કરેલ મેનુ પીરસવામાં આવશે. ઉપરાંત જીમ, સ્વમીંગ અને સ્પાની સેવાઓ પણ ખેલાડીઓને આપશે. ખેલાડીઓને બેવરેજીસ સ્પાર્કલીંગ વોટર, ઇલેકટ્રોબટ ડ્રીંકીંગસ 3 બીઓસટી, ડ્રીકીંગ યોગર્ટ પણ અપાશે.