ઝોમેટો ડિલીવરી એજેન્ટ કરણ આપ્ટે 30 વર્ષનો થયો તો તેમણે મિત્રો સાથે પાર્ટી કરવાની જગ્યાએ અજાણ્યા લોકો સાથે આ ખાસ દિવસને શેર કર્યો. કરણે સૌ પ્રથમ પોતાના માટે એક નવા શર્ટની ખરીદી કરી અને પછી દરેક કસ્ટમરને ફૂડ ડિલીવરીની સાથે એક ચોકલેટ ગિફ્ટમાં આપી.
દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસને ખાસ રીતે ઉજવવા માંગે છે. કેટલાક લોકો આલિશાન પાર્ટીનું આયોજન કરે છે. તો કેટલાક લોકો સારું કામ અને સેવા કરવાનું પસંદ કરે છે. પરંતુ કહેવાય છે ને કે કોઈપણ ખુશીને સેલિબ્રેટ કરવા માટે પૈસાની જરૂરીયાત નથી હોતી. આ પ્રકારે જ પોતાના જન્મ દિવસેના પ્રસંગે એક ઝોમેટો ડિલીવરી એજેન્ટે જે કર્યું તેનાથી તેણે સૌ કોઈના દિલ જીતી લીધા હતા.
- Advertisement -
કસ્ટમરને ફૂડ ડિલીવરીની સાથે એક ચોકલેટ ગિફ્ટમાં આપી
ઝોમેટો ડિલીવરી એજેન્ટ કરણ આપ્ટે 30 વર્ષનો થયો તો તેમણે મિત્રો સાથે પાર્ટી કરવાની જગ્યાએ અજાણ્યા લોકો સાથે આ ખાસ દિવસને શેર કર્યો. કરણે સૌ પ્રથમ પોતાના માટે એક નવા શર્ટની ખરીદી કરી અને પછી દરેક કસ્ટમરને ફૂડ ડિલીવરીની સાથે એક ચોકલેટ ગિફ્ટમાં આપી. કરણે જ્યારે આ વિશે સોશિયલ મીડિયા પર જણાવ્યું તો સૌ કોઈ તેના વખાણ કરવા લાગ્યા હતા.
- Advertisement -
ઝોમેટોએ કરણ માટે એક સુંદર કેક મોકલી
એટલું જ નહીં કરણની પોસ્ટ ઉપર લોકોએ ઝોમેટોને ટેગ કર્યું અને તેના કર્મચારીને ગિફ્ટ આપવા માટે પણ લોકો કહેવા લાગ્યા. ત્યારે બાદ ઝોમેટોએ પણ મોટું દિલ રાખ્યું અને કંઈ એવું જ કર્યું. ઝોમેટોએ કરણ માટે એક સુંદર કેક મોકલી. આ કેસની તસવીર પણ કરણે ફેસબુક પર શેર કરી છે.
ખુશી વહેંચવા માટે માત્ર દિલનું ઉદાર હોવું જોઈએ
લોકો કરણને જન્મદિવસની અનોખી ઉજવણી કરવાના પગલે તેની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. લોકોએ કહ્યું – ખુશી વહેંચવા માટે માત્ર દિલનું ઉદાર હોવું જ જરૂરી છે.