13મીએ સૌરાષ્ટ્રની 12 પંચાયતોમાં હોદ્દેદારોની ચૂંટણી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત ગુજરાતની મોટાભાગની જીલ્લા પંચાયતોમાં પ્રમુખોની ટર્મ આવતા મહિનામાં પુર્ણ થઈ રહી છે તે પુર્વે નવી નિમણુંકો પુર્વ શાસક ભાજપ દ્વારા આવતીકાલથી સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 13મી સપ્ટેમ્બર સૌરાષ્ટ્રની તમામ 12 જીલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખોની ચુંટણી-વરણી થશે.
જિલ્લા પંચાયતોમાં પ્રમુખ પદ માટે મહિલા અનામતનું રોટેશન જાહેર કર્યા બાદ પંચાયત વિભાગ દ્વારા 31 જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી 13 અને 14 સપ્ટેમ્બરે યોજવાની જાહેરાત કરી છે. જેમાં અમદાવાદ જિલ્લા પંચાયતની 13 સપ્ટેમ્બરે યોજાશે.જેમાં 13મીએ 16 જિલ્લા પંચાયત અને 14મીએ 15 જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાશે.
- Advertisement -
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી અનામત 27 ટકા જાહેર થઈ જતા જે ગ્રામ પંચાયતો, નગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયતોમાં વહીવટદારનું શાસન છે.ત્યાં સ્થાનિક સ્તરે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ જશે. લોકસભા ચૂંટણી પૂર્વે આ ચૂંટણીઓનું પરિણામ મતદારોનું માનસ કઈ તરફ છે. તે પણ નકકી કરી દેશે.તેના કારણે ભાજપ, કોંગ્રેસ અને આપ માટે આ ચૂંટણીઓે રાજકીય પ્રભુત્વ સાબિત કરવા મહત્વની સાબિત થશે. સપ્ટેમ્બર મહિનાથી રાજકીય ધમધમાટ શરૂ થઈ જશે.જે તબકકાવાર લોકસભાની ચૂંટણી સુધી ચાલશે.17 સપ્ટેમ્બર સુધી જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં હાલના પ્રમુખ-ઉપપ્રમુખ કે મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થઈ રહી છે તેમની નવી વરણી કરાશે. 13 અને 14 સપ્ટેમ્બરે 31 જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરાશે. તેમાં 17 જિલ્લા પંચાયતોમાં મહિલાઓ પ્રમુખપદે આવશે.ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી જાહેર ન થઈ શકતા વહીવટદારનું શાસન છે.
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત જાહેર કરી દેવાતા જે ગ્રામ પંચાયતો, પાલિકા અને પંચાયતોમાં હાલ વહીવટદારનું શાસન છે. તેમાં નવેમ્બર પહેલા ચૂંટણી યોજાવાની હોઈ રાજકીય ધમધમાટ શરૂ થયો છે. ઓબીસી કમિશનનો રિપોર્ટ જાહેર ન થતા લગભગ 7000 થી વધુ ગ્રામ પંચાયતો, 75 પાલિકા,બે જિલ્લા પંચાયત અને 18 જેટલી તાલુકા પંચાયતોમાં હાલ વહીવટદારનું શાસન છે. મોટાપાયે યોજાનારી આ ચૂંટણીના પરિણામો લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારોનો ટ્રેન્ડ કેવો છે તે પણ દર્શાવશે.આ માટે સ્થાનિક અગ્રણીઓ ઓબીસી અનામત જાહેર થતા સક્રિય થઈ ગયા છે.