ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરમાં ભક્તિનગર સર્કલ નજીક આવેલ બજરંગ સેલ્સ એજન્સી નામની દુકાનના મોડી રાત્રે તાળા તોડી તસ્કરો 1.54 લાખનો મુદામાલ ઉસેડી ગયા હતા જેથી દુકાનદાર અમિતભાઈ મગનભાઈ અંબાણીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ચોરીના બનાવનો મોરબી એલસીબી ટીમે ભેદ ઉકેલી નાખ્યો છે અને ત્રણ શખ્સોની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ સ્વીફટ, બોલેરો ગાડી તથા ચોરીમાં ગયેલ મુદામાલ મળી કુલ રૂ. 13 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા મોરબી એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરુ કરવામાં હતી તે દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે, આ તસ્કરીમાં એક નંબર વગરની બ્લુ કલરની મારૂતી સ્વીફટ ગાડી તથા મહીન્દ્રા બોલરો ગાડી નંબર ૠઉં-03-ઇટ- 9325 સંડોવાયેલ છે જે બાતમીને આધારે હ્યુમન ઈન્ટેલીજન્સ તથા પોકેટ કોપ એપના માધ્યમથી વધુ તપાસ કરતા એક વાહનનું પાસિંગ મોરબી જ્યારે બીજું વાહન ભાવનગર જીલ્લામાં હોવાની જાણ થતા પોલીસની અલગ અલગ ટીમોએ મોરબી અને ભાવનગરમાં તપાસ કરીને ભાવનગરના દિવ્યરાજસિંહ ઉર્ફે દિગુભા સઓ અનિરૂધ્ધસિંહ રાઠોડ અને મિતરાજસિંહ અનિરૂધ્ધસિંહ ગોહીલ જયારે પડધરી તાલુકાના તરઘડી ગામના અરવિંદનાથ જીવણનાથ પરમારને ઝડપી લીધા હતા અને આરોપીઓ પાસેથી એક બોલેરો કાર, સ્વીફ્ટ કાર તેમજ દુકાનમાંથી ચોરાયેલ સામાન સહિત કુલ રૂપિયા 13,36,700 નો મુદામાલ જપ્ત કરીને એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.