SMC અને સ્થાનિક પોલીસના જુદા જુદા દરોડામાં મુખ્ય સૂત્રધાર હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
કચ્છ અમદાવાદ હાઈવેનું એપી સેન્ટર ગણાતા ધ્રાંગધ્રા હાઈવે પર મોટાભાગે તમામ ગેરકાયદેસર ધંધાઓ ફાલ્યા ફૂલ્યા છે જેમાં હાલમાં જ ગાંધીનગર એસ.એમ.સી દ્વારા કલ્પના ચોકડી નજીક કેમિકલ ચોરી અંગે દરોડામાં 83 લાખ રૂપિયાનો મુદામાલ ઝડપાયો હતો. જેમાં ચાર જેટલા મજૂર શ્રમિકો ઝડપાયા હતા અને આ કેમિકલ કાંડ પ્રકરણનો મુખ્ય સૂત્રધાર શેર ભાજપ પૂર્વ પ્રમુખનો પુત્ર યુવરાજસિંહ જાડેજા ફરાર થઈ ચૂક્યો હતો જે બાદ આ કેમિકલ કાંડ પ્રકરણના લીધે ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ ડી.ડી.ચાવડા સસ્પેન્ડ થયા હતા જેના આશરે વીસેક દિવસના સમય ગાળામાં ફરી એક વખત ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા કંટાવા વિસ્તારના વાડીમાંથી કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં હાજર નહિ મળી આવેલ વિશાલસિંહ જાડેજા વિરુધ ગુન્હો નોંધાયો હતો જે ઘટનાના દશેક દિવસ બાદ વિશાલસિંહ જાડેજાને એસ.ઓ.જી ટીમે ઝડપી ધ્રાંગધ્રા તાલુકા પોલીસને સોંપતા તપાસ ડાયન ફરી એક વખત એસ.એમ.સીના દરોડામાં નાશી છુટેલ યુવરાજસિંહ જાડેજાનું નામ ખુલવા પામ્યું હતું એટલે કે હજુ એસ.એમ.સીના દરોડાની ફરિયાદમાં જે શખ્સ પોલીસ ચોપડે ફરાર હતો તે યુવરાજ જાડેજા સ્થાનિક પોલીસના નાક નીચે કેમિકલનો ધંધો કરતો હતો. જોકે બાદમાં 27 માર્ચના રોજ અંતે યુવરાજ જાડેજા ધ્રાંગધ્રા પોલીસ મથકે પોતાને સરેન્ડર કરતા તેની અટકાયત કરી આગળની કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.