રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચે આયુર્વેદિક સિરપની બોટલો ભરેલી 5 ટ્રક જપ્ત કરી
FSL રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ જણાતા 6 લોકો સામે નોંધી ફરિયાદ, કોઇપણ લાયસન્સ વગર ગેરકાયદે ઉત્પાદન થતું હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
યુવાન દેશનું ભવિષ્ય ગણાય છે પરંતુ આજ યુવાનો નશાના રવાડે ચડી જતા વાલી ચિંતિત બન્યા છે. દેશી દારૂ, ચરસ, ડ્રગ્સ અને ગાંજાનાં દૂષણ બાદ હવે આયુર્વેદિક સિરપનું દૂષણ યુવાનોમાં વધતું જોવા મળી રહ્યું છે. પાનની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે વેંચાતા નશીલા પદાર્થનો મોટો જથ્થો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. રાજકોટ અને આસપાસના જિલ્લામાં આયુર્વેદિક સિરપનું સપ્લાય થાય એ પૂર્વે જ 5 ટ્રકમાં 73,275 બોટલ સિરપ, કુલ મળી 73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ઋજક તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના ઋજક રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ જણાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચે 6 લોકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં અલગ-અલગ પાનની દુકાનોમાં આયુર્વેદિક સિરપના નામે નશીલા પદાર્થનું યુવાનો સેવન કરતા હોવાની ફરિયાદ મળતાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તત્કાલીન ઙઈં બીટી ગોહિલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજકોટ શહેરમાં આયુર્વેદિક સિરપની બોટલો સપ્લાય માટે આવી રહી છે, જે માટે વોચ ગોઠવી એકસાથે રાજકોટ ઉપરાંત આસપાસના જિલ્લામાં સપ્લાય માટે નીકળેલી 5 ટ્રક મળી છે. પોલીસે એને અટકાવી તપાસ કરતા અલગ-અલગ 6 જેટલી બ્રાન્ડની 73,275 સિરપની બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા 73.27 લાખ જેટલી થાય છે.
- Advertisement -
કુલ 73,27,500ની કિંમતની 73275 બોટલો મળી આવી
નાગરિક બેન્ક ચોક પાસે સર્વિસ રોડ પર માધવ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં શંકાસ્પદ રીતે પડેલી પાંચ જેટલી ટ્રકની તપાસ કરી હતી. એમાંથી શંકાસ્પદ ગણાતી સિરપની 73,275 બોટલ મળી આવી હતી. આ પછી પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવતાં એમાંથી ગીતાંજલિ દ્રાક્ષાસવ સ્પેશિયલ હેલ્થકેર આયુર્વેદિકની 11950 બોટલ, ઉસીરસવ અસવ અરીસ્ટા હેલ્થકેર આયુર્વેદિકની 20325 બોટલ, અસ્વસ્વ બીટવીન ધ બ્રેઈન એન્ડ અધર પાર્ટ ઑફ બોડી હેલ્થકેર આયુર્વેદિકની 9150 બોટલ, કાલ મેઘસવ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 21225 બોટલ તેમજ ક્ધકાસવ હેલ્થકેર આયુર્વેદિકની 1000 બોટલ, ઉપરાંત ગાર્ગમ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની 9625 બોટલ મળી કુલ 73,275 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 73,27,500 જેટલી થવા જાય છે.