ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.4
હળવદમાં ગાડીમાં દારૂની બોટલ સાથેનો એક વિડીયો વાઈરલ થયો હતો જે બાદ હળવદ પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન ત્રણેય શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ પંથકમાં ગાડીમાં દારૂની બોટલ સાથેનો એક વિડીયો વાઈરલ થયો હતો જે હળવદ પોલીસના ધ્યાને આવતા તપાસ હાથ ધરવામાં આવી છે જે દરમિયાન ગાડીમાં સવાર ઇસમો મળી આવ્યા હોય જેમાં દર્શન ઉર્ફે દશો ભરતભાઈ તારબુંદીયા, રુદ્ર કૌશિકભાઈ ઉર્ફે ગોપી ઠાકર અને રજની ઉર્ફે જગુડો રાજુભાઈ ગોયલ હોય અને તેની પાસેથી વિદેશી દારૂની અડધી બોટલ પણ મળી આવી હતી તેમજ વિડીયોમાં દેખાતી કાર સ્વીફટ કાર જીજે 03 એમબી 7124 વાળી પણ મળી આવતા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે



