આજી ડેમ પોલીસે કથિત પત્રકાર કુખ્યાત બુટલેગર સહિત ત્રણની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના માંડાડુંગર વીસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગરે ફરી લખણ ઝળકાવ્યા છે ગઈકાલે તેની ટોળકીએ દારૂની બોટલના પૈસા બાકી હોય યુવકનું સ્કોર્પિયોમાં અપહરણ કરી ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી 8000 રોકડા લુંટી લેતા આજી ડેમ પોલીસે ગુનો નોંધી બુટલેગર સહીત ત્રણ આરોપીને દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ઈજાગ્રસ્ત વિપુલ ચૌહાણને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
રાજકોટની આજી ડેમ ચોકડી પાસે માંડાડુંગરમાં રહેતા વિપુલભાઈ ગોવિંદભાઈ ચૌહાણ ઉ.31 નામનો યુવાન ગત તા.4/8ના રોજ પોતે પોતાના ઘર પાસે શક્તિ સ્ટોલ માંડાડુંગર ખાતે હતો ત્યારે સામેવાળા પ્રતિક ચંદારાણા અને કૃણાલ અને હિરેન તથા બીજા અજાણ્યા માણસોએ ઝઘડો કરી માર મારી લોખંડના પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારતા માથે શરીરે ઇજા થતાં વિપુલ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો તેણે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે દારૂની એક બોટલ લીધી હતી જેના રૂપિયા આપવાના બાકી હતા. જેથી પ્રતિકે ઉઘરાણી કરીને અત્યારે ને અત્યારે રૂપિયા આપી દેવા કહ્યું હતું અને કારમાં ઉઠાવી લઇ જઈ પાઈપથી મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી 8000 રૂપિયા લુંટી લીધા હતા બનાવને પગલે આજી ડેમ પીઆઈ એ બી જાડેજા સહિતે ગુનો નોંધી ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર માનસરોવર પાર્કના કુખ્યાત બુટલેગર પ્રતિક દિલીપભાઈ ચંદારાણા, વેલનાથપરાના જયપાલ રાજેશભાઈ ડેડાણીયા અને વિનોદનગરના અક્ષય મથુરભાઈ જમોડની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ
ધરી છે.
કથિત પત્રકાર તરીકેની ઓળખ આપતા પ્રતિક ચંદારાણા સામે 21 ગુના નોંધાઈ ચુક્યા છે અને પાસા તળે જેલયાત્રા પણ કરી ચુક્યો છે જયારે જયપાલ સામે પણ દારૂના બે ગુના હોવાનું જાણવા મળ્યું છે.