સોમનાથ મહાદેવના સાનિધ્યથી દ્વારકાધીશ મંદિર સુધી યાત્રા કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ મૂળ આછિદ્રા અને હાલ વેરાવળના યુવાને 77માં સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી કરી લોકોને દેશભક્તિ સાથે ધર્મભક્તિનો સંદેશ આપ્યો હતો. પરેશભાઈ બારડ જે ખાનગી હોસ્પિટલમાં સંચાલક તરીકેની ફરજ બજાવે છે તેઓને વિચાર આવતા 15મી ઓગષ્ટના રોજ સવારે 6 વાગ્યે સોમનાથ મહાદેવના દર્શન કરી સાઇકલ ઉપર તિરંગો લગાવી નીકળી પાડયા હતા અને 237 કિમીની તિરંગા સાઇકલ યાત્રા કરી તા.17ને ગુરુવારે સવારે 10 વાગ્યે દ્વારકાધીશના શરણે પહોંચ્યા હતા.દરમિયાન રસ્તામાં તેઓએ ભાલકા મંદિર, નવરાઈ માતાજી મંદિર અને હર્ષદ માતાજી મંદિરે સ્ટોપ કરી દર્શન કર્યા હતા.પરેશભાઇ એ આ યાત્રા અંગે જણાવ્યું હતું કે આજના યુવાનોને ખાસ આરોગ્ય સાથે દેશભક્તિ અને ધર્મ ભક્તિનો સંદેશ મળે તે માટે તેઓએ આ યાત્રા કરી હતી અને સાઇકલ ચલાવવાથી માણસનું શરીર સ્ફૂર્તિલું રહે છે તેમ તેઓએ જણાવ્યું હતું.આ અગાઉ પણ પરેશભાઇએ સાઇકલ યાત્રા કરી હતી જેથી ફરી આવી યાત્રા કરવાનો વિચાર આવતા તેઓ દ્વારકા સુધી તિરંગા સાથેની સાઇકલ યાત્રા કરીને યુવાનોને દેશ ભક્તિ નો સંદેશ આપ્યો હતો.