દર વર્ષે લોક મેળાની મુલાકાતે આવતા વિવિધ આકર્ષણ પોઈન્ટ અવશ્ય ગોઠવામાં આવ્યા હોય છે ત્યારે રાજકોટના ગૌરીદડના રહેવાસી રોહિત, દ્રષ્ટિ અને તેની બહેન પરિવાર સાથે “રસરંગ લોકમેળા”ની મુલાકાત વેળાએ કલેકટર કચેરી કન્ટ્રોલ રૂમની બાજુમાં આવેલ આવાસ યોજનાના સેલ્ફિ પોઈન્ટ પર ફોટો પડાવતા ગર્વની લાગણી અનુભવતા કહે છે કે, ખરા અર્થમાં “આ છે નવું ભારત”. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ ખુબ સરસ છે જેના દ્વારા અમારું ભવિષ્ય ઉજળું બનશે. આ મેળાનું તમામ આયોજન અને વ્યવસ્થા શ્રેષ્ઠ છે. એક દિવસ વધારવા માટે તેઓએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
“અવસર લોકશાહીનો” લોકમેળામાં ફોટા અને સેલ્ફી પડાવતા યુવાનો
રાજકોટના પ્રસિદ્ધ લોકમેળો યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે “અવસર લોકશાહીનો” સેલ્ફી પોઇન્ટ ગોઠવવામાં આવ્યો છે. મતદાન એ આપણો અધિકાર છે જેનો અવસર આપણને ટૂંક સમયમાં મળશે અને મતદાન કરવું જ જોઈએ, એવી થીમ સાથે કાર્યરત કરાયેલા આ સેલ્ફી પોઇન્ટ પર યુવાનોએ સેલ્ફી સાથે મતદાન અંગે જાગૃતિ દર્શાવી હતી અને લોકમેળો લોક જાગૃતિ માટે પણ કાર્યરત છે જેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય. અધિકારો અંગે જાગૃતિ કેળવવા આપણે સૌ મતદાન કરીશું તેવું રાજકોટના યુવાને ઉમેર્યું હતું.