ગાંધીગ્રામના સોરઠીયા રજપૂત ભવન ખાતે 5 જાન્યુઆરીએ કાર્યક્રમ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પરમ પૂજ્ય જય દેશળ ભગત સંપૂર્ણાનંદજી મહારાજ તથા મહામુક્તરાજ સંત દેવુભગતના આશીર્વાદથી યુવા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ સમય છે સમાજને મજબૂત કરવાનો, સમાજના યુવાનો જેની એક વિચારધારા સમાજને એક સાચી દિશા બતાવી શકે. હવે સમય છે એક થવાનો. યુવાનોનું એક સંગઠન થાય તે હેતુથી સોરઠીયા રજપૂત યુવા શક્તિ રાજકોટ દ્વારા યુવા સંમેલનનું આયોજન કરેલ છે. સોરઠીયા રજપૂત સમાજના યુવાનો સંગઠીત થાય તેમજ સમાજસેવામાં વધુમાં વધુ યુવાનો જોડાય તે હેતુથી સોરઠીયા રજપૂત યુવા શક્તિ રાજકોટ દ્વારા તા. 5-1-2025 ને રવિવારના રોજ બપોરે 4થી 6 દરમિયાન સોરઠીયા રજપૂત ભવન 1 દીપક સોસાયટી, ગાંધીગ્રામ, રાજકોટ ખાતે યુવા સંમેલનનો કાર્યક્રમ રાખ્યો છે. જેમાં સોરઠીયા રજપૂત યુવા શક્તિ રાજકોટના પ્રમુખ આકાશભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ દેવાંગ ડોડીયા, મંત્રી ગીરીરાજસિંહ પરમાર, વીરેન્દ્ર ડાભી ખજાનચી, વિમલભાઈ હાડા, અભય ચૌહાણ, મુકુંદભાઈ રાઠોડ, પ્રતાપભાઈ ચૌહાણ, નીલેશભાઈ સોલંકી, ભાવેશભાઈ વાઘેલા, મુકેશભાઈ મકવાણા, અતુલભાઈ રાઠોડ, શૈલેશભાઈ ચૌહાણ, અજય પરમાર, ચિરાગ પરમાર, મુકેશભાઈ ચાવડા, હર્ષદ સરવૈયા, પ્રદીપભાઈ ચૌહાણ, કિશન ચૌહાણ, હરપાલ ચૌહાણ, યુવરાજ ચૌહાણ, અનીલ ચૌહાણ, ધવલ ચૌહાણ, મહાવીર ચૌહાણ, પ્રકાશભાઈ ચૌહાણ, સત્યજીત પરમાર, આનંદસિંહ ચૌહાણ, દિવ્યેશ પરમાર, ઋષભ હાડા જહેમત ઉઠાવી રહ્યા છે. સોરઠીયા રજપૂત સમાજના વધુમાં વધુ યુવાનો આ કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે.