ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરમાં નગરપાલિકાના પ્રમુખ પદે ચેતનાબેન તિવારીની નિયુક્તિ થઈ છે, મહિલા અગ્રણી ચેતનાબેન તિવારીના શિરે નગરપાલિકાના પ્રમુખ પદની જવાબદારી આવી છે, ત્યારે તેઓને ઠેર ઠેરથી શુભેચ્છાની વર્ષા થઈ રહી છે. આ તકે યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશભાઈ પરમાર અને એનએસયુઆઈના કિશનભાઇ રાઠોડ સહિતના અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.
પોરબંદર પાલિકાના પ્રમુખને યુથ કોંગ્રેસ અને NSUIએ શુભેચ્છા પાઠવી
