સરકારના જાગૃતિ અભિયાન વચ્ચે સાયબર ક્રાઇમ પોલીસમાં ઑનલાઈન ઠગાઇના ત્રણ ગુના
સ્ટોક માર્કેટમાં રોકાણના નામે 12.46 લાખ રૂપિયા પડાવી લીધા
વિદેશ ફરવા જવા માટે 5900 ડોલર ખરીદવા આપેલ 5.07 લાખનું બુચ મારી દીધું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરકાર દ્વારા ઓનલાઈન ફ્રોડ સામે લોકોને જાગૃત રહેવા અનેક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે છતાં સાયબર ગઠિયાઓ અવનવી ટ્રિક અપનાવી નાણાં પડાવવામાં સફળ થઈ રહ્યા છે રાજકોટમાં વધુ ત્રણ યુવકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા અને 24.38 લાખ ગુમાવતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.
શહેરના અયોધ્યા ચોકમાં રહેતા ભરતભાઇ ચનાભાઇ વાઘેલા ઉ.28એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે એલ્યુમિનિયમનો વેપાર કરે છે અને તેમના વ્હોટ્સએપ પર એક વર્ષ પહેલા ફોન આવ્યો હતો અને સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી ટ્રેડરના નંબર આપ્યા હતા, ભરતભાઇ તે અલગ અલગ નંબર ફોન કરતાં સામેની વ્યક્તિએ ભરતભાઇને વાકચાતુર્યથી ફસાવ્યા હતા અને ભરતભાઇએ કટકે કટકે રૂ.12,46,200 અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા, લાખોના રોકાણ બાદ ભરતભાઇએ રોકાણ અને વળતર સહિતની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો તો તેમને રકમ મળી નહોતી અને પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થયું હતું જ્યારે કોઠારિયા રોડ પર રહેતા અને કપડાની દુકાન ચલાવતા દીપકભાઇ ભરતભાઇ ગોહેલે ઉ.38એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા પરિવાર સાથે દુબઇ ફરવા જવું હોય યુ.એસ.ડોલરની જરૂર થતાં પિતરાઇ ભાઇ જય ચાવડા મારફત જામનગરના અમીશ રમેશ નકુમનો મોબાઇલ નંબર મળ્યો હતો તેના પર દીપકભાઇએ સંપર્ક કરતાં અમીશે તેના એક મિત્ર મુંબઇ રહે છે અને તે મની ફોરેક્સવાળા છે તેમ કહી તેની સાથે વાતચીત કરાવી હતી તે શખ્સે યુએસ ડોલર રૂ.86ના ભાવથી આપવાનું કહેતા દિપકભાઇએ 5900 ડોલર મેળવવા તે શખ્સે આપેલા બેંક એકાઉન્ટમાં રૂ.5,07,500 જમા કરાવ્યા હતા ત્યારબાદ તે શખ્સે પોતાનો મોબાઇલ નંબર સ્વિચ ઓફ કરી દીધો હતો, આમ દીપકભાઇ સાથે પણ છેતરપિંડી થઇ હતી, ત્રણેય યુવકે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા હેડ કોન્સ્ટેબલ દીપક પંડિતે અલગ અલગ ત્રણ ગુના નોંધ્યા હતા, પોલીસે અલગ અલગ બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબરના આધારે તપાસ આગળ ધપાવી હતી.
આ ઉપરાંત રૈયા રોડના શાંતિ નગર શેરી નં રમાં રહેતા વિવેક હરેશભાઈ ચુડાસમાએ સાયબર ક્રાઈમ પોલીસમાં વોટ્સએપ નંબર 928384449 2671, ટેલીગ્રામ યુઝર નેમ એડધરેટ ટીએમ ગોવરવી તથા રિસેપ્શનિસ્ટ વિકોદ નો ઉપયોગ કરનાર, ફેડરલ બેંક એકાઉન્ટ નંબર 23080100011605 230201000 11905ના ખાતા ધારક અને આઈસીઆઈસીઆઈ બેંક એકા નં 027905500640 ના ખાતા ધારક અને ઉપયોગ કરનાર સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે 1 વર્ષ પુર્વે ઉપરોકત અજાણ્યા નંબરમાંથી પાર્ટ ટાઈમ કામ કરી રોજના 1 હજારથી દોઢ હજાર કમાઈ શકો છો જેમાં મેં હા પાડતા સામેવાળાએ ટેલીગ્રામ યુજર ઝખ ૠઅટછઅઠઊઊનો સંપર્ક કરાવેલ જેમાં યુ-ટયુબમાં વિડીયો સબસ્કાઈબ કરવાનુ ટાસ્ક બાબતે જણાવેલ જેમાં વિડીયો સબસ્ક્રાઈબ કરવા રૂ.50 મળશે તેવી લાલચ આપે બાદ શરૂઆતમાં રૂયિયા મળતા હતા.સામેવાળાએ ટાસ્ક વાળા ગ્રુપમાં એડ થવા રૂ.5000 પે કરતા 7 હજાર મળશે પરંતુ પૈસા પરત ન મળતા અન્ય ટાસ્કો આપી વિવિધ એકાઉન્ટમાં 6.85 લાખ ટ્રાન્સફર કરાવી લઈ કોઈ રૂપિયા પરત આપી છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.