એક સમયના રાજકીય હરીફ ગણાતા અર્જુન મોઢવાડિયા તથા બાબુભાઈ બોખીરીયા એક બાઈકમાં સવાર થતાં નજરે પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.8
- Advertisement -
પોરબંદરમાં યુવા ભાજપ દ્વારા ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટી ના સ્થાપના દિવસ અનુસંધાને આયોજન થતા મોટી સંખ્યામાં હોદેદારો, આગેવાનો, યુવાનો સહીત પોરબંદરવાસીઓ ઉમટી પડ્યા હતા. શહેર ના જુદા જુદા રાજમાર્ગો ઉપર વિશાલ રેલી ફરી હતી. તેમજ ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ની પ્રતિમા ને ફૂલ હાર અર્પણ કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ બાઈક રેલી શહેરના રિવરફ્રન્ટ પોરબંદર ખાતેથી શરૂ થઇ હતી અને કમલાબાગ ,હાર્મની હોટેલ, રાણીબાગ , આર્ય સમાજ રોડ , હેલ્મેટ સર્કલ , લોડ્સ હોટેલ , સર્કિટ હાઉસ પાસે ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની પ્રતિમા એ પૂર્ણ થઇ હતી.જે બાઇક રેલી માં પોરબંદર વિધાનસભા ના ભાજપના ઉમેદવાર અર્જુનભાઇ મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, શહેર યુવા ભાજપ પ્રમુખ સાગર મોદી,યુવા અગ્રણી પાર્થ મોઢવાડિયા, મહામંત્રીઓ, સહિત શહેરના હોદેદારો, કાર્યકરો, મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાયા હતા.