ચૂંટણી તંત્રનો અલગ અભિગમ ‘સેલ્ફી With Blue Tick’ અભિયાન
જૂનાગઢ કલેકટર દ્વારા મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા વધુ એક પહેલ
- Advertisement -
સેલ્ફી-તસવીર વોટ્સએપ નં. 9023005600 પર મોકલવાનું ચૂકશો નહીં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા પોતાના આધિકારિક સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તમારી સેલ્ફી – તસવીર શેયર કરશે. આ માટે માત્ર તમારે તા.7મી મે એ ચૂક્યા વગર 15-20 મિનિટનો સમય ફાળવી મતદાન કરવાનું રહેશે.જોકે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ મતદારો વધુમાં વધુ મતાધિકારનો ઉપયોગ કરે તેના માટે જૂનાગઢ લોકસભા બેઠક પર કંઈક અલગ અંદાજમાં મતદાન જાગૃતિ અભિયાન ચાલવામાં આવ્યું છે. જેમાં હેરીટેજ સાઈડ સાથે સાસણ ગીર જેવા પર્યટન સ્થળ સહીત ઐતિહાસિક સ્થળોને આવરી લેવામાં છે અને તા.7મી મેના રોજ લોકશાહીના મહાપર્વમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહી ખરા અર્થમાં ઉજવે તેવા પ્રયાસો કર્યા છે.
જૂનાગઢ કલેકટર કહે છે કે, લોકશાહીના મહાપર્વને પણ અન્ય તહેવારો- પ્રસંગોની જેમ આનંદ-ઉલ્લાસ સાથે ઉજવાય તે દેશની લોકશાહી માટે જરૂરી છે. આપણે વાર-પ્રસંગોને યાદગીરીરૂપે સાચવી રાખવા માટે તસવીરો જરૂર લેતા હોય છીએ. ત્યારે આપણા પરિવારજનો કે, મિત્ર વર્તુળ સાથે મતદાન કરી લોકશાહીના આ પર્વને પણ આપણે યાદગાર બનાવીએ. ત્યારે આ માટે ખાસ જિલ્લા ચૂંટણી તંત્રએ સેલ્ફી ઠશવિં ઇહીય ઝશભસ અભિયાન શરૂ કર્યું છે. જેમાં તા.7મી મે એ મતદાન કરીને બ્લ્યુ ટીક દર્શાવીને સેલ્ફી-તસવીર એક વોટ્સ એપ નંબર પર મોકલવાની રહેશે. જેના માટેનો વોટ્સએપ નં. 9023005600 છે.
આમ, મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહન મળી રહે તે માટે આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સેલ્ફી તસવીર પરિવારજનો કે મિત્ર વર્તુળ સાથે મતદાન કરીને મોકલવાની રહેશે. પરંતુ એવું પણ નથી કે, માત્ર સમુહમાં લીધેલ તસવીર -સેલ્ફી મોકલવી, વ્યક્તિગત રીતે પણ સેલ્ફી મોકલી શકાશે. જયારે કલેકટર વધુ જણાવ્યું હતું કે, મતદાન મથક અંદર મોબાઈલ લઈ જવો પ્રતિબંધિત છે, એટલે મતદાન મથકની બહાર આવી સેલ્ફી તસવીર લેવાની રહેશે. આ માટે જરૂરી કાળજી લેવા અનુરોધ કર્યો છે.આમ, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા વધુ એક નવીન પહેલ કરી છે.
- Advertisement -
મતદારોએ મતદાન મથક બહારની સેલ્ફી મોકલવી
જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલ કુમાર રાણાવસીયા દ્વારા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે એક નવતર અભિગમ સાથે એક અનોખી પહેલ કરી છે. જેમાં મતદારોએ બ્લુટીક સાથેની સેલ્ફી વોટ્સએપ નં. 9023005600 પર ફોટો મોકલવાનો રહેશે. ત્યારે મતદારોએ એ પણ ખાસ તકેદારી રાખવાની છે કે, મતદાન મથક અંદર મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે એટલે જે મતદારો મતદાન કરીને બહાર આવે ત્યારે તેની સેલ્ફી સાથેનો ફોટો ઉપર આપેલા વોટ્સએપ નંબર પર અપલોડ કરવામાં આવશે ત્યારે તે સેલ્ફીનો ફોટો સોશ્યલ મિડીયામાં મુકવામાં આવશે. તેમ કલેકટર દ્વારા જણાવવામાં આવ્યુ છે.