નાંદેડમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ વચ્ચે રાહુલ ગાંધીએ કેન્દ્ર પર મહારાષ્ટ્રના પ્રોજેક્ટને ગુજરાતમાં લઈ જવાનો આરોપ લગાવ્યો.
કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ હાલમાં મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે (9 નવેમ્બર) ફરી એકવાર પદયાત્રાની વચ્ચે જનતાને સંબોધતા ભાજપની આગેવાની હેઠળની મોદી સરકાર (Narendra Modi Govt) નિશાન સાધ્યું હતું.
- Advertisement -
કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીનો આરોપ
મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના નાયગાંવથી કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતમાં ચૂંટણી છે એટલે મહારાષ્ટ્રના પ્રોજેક્ટ ત્યાં લઈ જવાયા. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, એરબસ અને ફોક્સકોન પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં લઈ જવામાં આવ્યા.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
વાયનાડના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નાયગાંવમાં જનતાને સંબોધતા કહ્યું કે, “જે દિવસે નોટબંધી કરવામાં આવી, જે દિવસે ખોટો GST લાગુ કરવામાં આવ્યો, તે દિવસે ભારતમાં આર્થિક સુનામી આવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું કાળા નાણાં સામે લડાઈ લડી રહ્યો છું, પાંચ-છ વર્ષ થઈ ગયા પુરાવા તમારી સામે છે, શું કાળું નાણું ગાયબ થઈ ગયું? પૈસાને છોડો તમારા પ્રોજેક્ટ ગુજરાતમાં જઈ રહ્યા છે.’
#WATCH | Maharashtra: Your projects are going to Gujarat as Airbus project went from Maharashtra because elections are there in Gujarat. Even the Foxconn project went. Apart from money, jobs & future of state's youth are also being snatched: Congress MP Rahul Gandhi in Nanded pic.twitter.com/1NDyEkEyNZ
- Advertisement -
— ANI (@ANI) November 9, 2022
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, ‘એક એરબસ હોય છે, વિમાન હોય છે, તે રનવે પરથી ટેકઓફ કરે છે, તે તમે બધાયે જોયું જ હશે, જોયું છે કે નહીં? એવી જ રીતે એરબસનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ઉડીને ગુજરાતમાં ચાલ્યો ગયો. ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે એટલે એરબસનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રથી ઉડીને ડાયરેક્ટ ગુજરાત ચાલ્યો ગયો.’
મોબાઈલ પ્રોજેક્ટને લઈને રાહુલ ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર મહારાષ્ટ્રમાંથી મોબાઈલ ફોનના પ્રોજેક્ટને લઈ જવાનો આરોપ લગાવ્યો. રાહુલે કહ્યું, ‘તમારા ખિસ્સામાં મોબાઈલ ફોન છે? દેખાડો તો, આ મોબાઈલ ફોનનો પ્રોજેક્ટ, ફોક્સકોનનો હજારો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પણ ગુજરાતમાં ચાલ્યો ગયો. પૈસા તો છોડો, તમારા રાજ્યમાંથી તમારા યુવાનોનું ભવિષ્ય, તેમની રોજગારી છીનવાઈ રહી છે.’
કોંગ્રેસની ભારત જોડો યાત્રા હજુ કેટલી બાકી?
જણાવી દઈએ કે, બુધવારે (9 નવેમ્બર) કોંગ્રેસની ભારત જોડી યાત્રા શરૂ થયાને 63 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન યાત્રા છ રાજ્યોના 27 જિલ્લામાંથી પસાર થઈ છે. હાલમાં તે મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાંથી પસાર થઈ રહી છે. હવે આ યાત્રા અંતર્ગત 1856 કિમીનું અંતર કાપવાનું બાકી છે.