લગ્ન પ્રસંગે પીએમ મોદીની હાજરી બદલ આભાર માન્યો
મોદી અનંતની આશીર્વાદ સેરેમનીમાં 2 કલાક 40 મિનિટ રોકાયા: મોદીએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ઈં મુંબઇ, તા.15
13 જુલાઈ, શનિવારે જિયો વર્લ્ડ સેન્ટરમાં અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટની શુભ આશીર્વાદ સેરેમની યોજાઈ. આ પ્રસંગે સાધુ-સંતો, બિઝનેસમેન, બોલિવૂડ સેલેબ્સ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ હાજર રહ્યા હતા. સેરેમની શરૂ થઈ તે પહેલાં મુકેશ અંબાણીએ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.
મુકેશ અંબાણીએ પોતાની સ્પીચમાં કહ્યું હતું, ’તમારી (વડાપ્રધાન નરેન્દ્ર મોદીની) લીડરશિપ હેઠળ અમને આશા છે કે ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. તમે કહ્યું છે કે તમે 1.4 બિલિયન ભારતીયોની સેવા કરો છો. અમારા માટે આ પ્રસંગે તમારી હાજરી અમારા માટે 1.4 બિલિયન ભારતીયોના આશીર્વાદ સમાન છે. સર, અમે તમારા ઘણા જ ઘણા આભારી છીએ. અનંત-રાધિકા પોતાનું નવું જીવન શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે અમારા મોંઘેરા મહેમાનો તથા મિત્રોએ તેમને આશીર્વાદ આપ્યા તે માટે તેમની તથા અંબાણી ને મર્ચન્ટ પરિવાર તરફથી ઘણો જ આભાર. આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણાં તમામનું જીવન સુખ, શાંતિ અને મંગલમય બને. તમે, તમારો પરિવાર તથા આ માનવસમાજને શાંતિ, સારું ભવિષ્ય ને ખુશી મળે તેવી અમારી પ્રાર્થના. તમારું મંગલ, અમારું મંગલ ને તમામનું મંગલ, આ ધરતી પર જેટલા પ્રાણીઓ છે તે તમામનું મંગલ થાય તેવી કામના. ફરી એકવાર તમામે તમામનો આભાર. જયશ્રીકૃષ્ણ.’ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શુભ આશીર્વાદ સેરેમનીમાં રાત્રે સાડા આઠ વાગ્યે આવ્યા હતા. તેઓ બે કલાકને 40 મિનિટ રોકાય. અનંત-રાધિકા વડાપ્રધાનને પગે લાગ્યા હતા અને ઙખએ બંનેને આશીર્વાદ તથા ગિફ્ટ પણ આપી હતી.
- Advertisement -